Not Set/ ટેટુ ચીતરાવો છો,તો આટલું ધ્યાન ચોક્કસ રાખજો…

ટેટૂ બનાવવાની પરંપરા ખૂબ જૂની છે, જૂના જમાનાની વાત કરોતો લગ્ન પછી ઘણીવાર પતિ-પત્ની એકબીજાના નામ લખાવતા હતા.આજકાલ તો યંગ જનરેશનમાં પણ ટેટૂની બોલબાલા બરાબરની છે.તમને અનેક છોકરીઓ કે છોકરાઓના હાથ પર ટેટૂ જોવા મળશે જ. યુવાનોમાં નામ લખવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની ડિઝાઇન પોતાના શરીરમાં દોરાવે છે.આ જોઈએ તો હવે ટેટુ દોરવવા એ […]

Health & Fitness Lifestyle
mahi ll ટેટુ ચીતરાવો છો,તો આટલું ધ્યાન ચોક્કસ રાખજો...

ટેટૂ બનાવવાની પરંપરા ખૂબ જૂની છે, જૂના જમાનાની વાત કરોતો લગ્ન પછી ઘણીવાર પતિ-પત્ની એકબીજાના નામ લખાવતા હતા.આજકાલ તો યંગ જનરેશનમાં પણ ટેટૂની બોલબાલા બરાબરની છે.તમને અનેક છોકરીઓ કે છોકરાઓના હાથ પર ટેટૂ જોવા મળશે જ.

યુવાનોમાં નામ લખવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની ડિઝાઇન પોતાના શરીરમાં દોરાવે છે.આ જોઈએ તો હવે ટેટુ દોરવવા એ સ્ટાઈલીસ સીબોલ થઈ ગયા છે. પરંતુ તેમા ઘણા જોખમો રહેલા છે.ટેટુ દોરાવવાથી ઘણા ચેપી રોગો થવાની શક્યતાઓ રહેલી છે. ટેટુ દોરાવતી વખતે સુરક્ષા,સફાય અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ

संबंधित इमेज

બિમારીઓથી બચો

કોસ્મેટિક એક્સપર્ટની વાત માંનીએતો ટેટૂથી ઘણા પ્રકારનાં ચેપી રોગો થવાના જોખમ રહેલ છે.જેવા કે  હેપેટાઇટિસ, એચઆઇવી, ગ્રાન્યુલોમસ અને કેલિઓડ જેવા રોગો થઈ શકે  છે. એચઆઇવી અને હેપેટાઇટીસ એ,બી.સી લોહીના ચેપથી થતી બિમારીઓ છે જે ટેટૂ દોરાવતી વખતે એક ને એક સોય નો  વારંવાર ઉપયોગ. કરવાને કારણે ફેલાય છે ગ્રેન્યુલોમ્સ ટેટુની આસપાસ શરીરમાં થતા પ્રતિક્રિયાથી થાય છે. આ જ રીતે ટેટૂ થી ત્વચા પર કેલીયોડ થવાનું પણ જોખમ છે. કેલીઓડ એક પ્રકારનો ઘાવ છે. જ્યાં ચામડી લાલ થઈ જાય છે અને ત્યાં એલર્જી થય છે

ઇંકની ગુણવતાટેટુ આર્ટિસ્ટની વાત માંનીએતો આજકાલ નાના અને લો કોસ્ટ આર્ટિસ્ટ ચાઇનીઝ ઇંકનો ઉપયોગ કરે છે જે ખુબ ખતરનાક છે  તેનાથી બચવા હમેસા સારા આર્ટિસ્ટ પાસેજ ટેટુ દોરવવું જોઈએ.જેનાથી ચામડીને લગતા રોગોથી બચી શકીએ.

tattooed के लिए इमेज परिणाम

કાયમી ટેટૂ કરતાં રીમુવ થઇ શકે તેનું ટેટુ ઓછુ નુકસાનદાયક

એક્સપર્ટની વાત માનીએ તો જો ફેશન અને સ્ટાઈલ માટે જ ટેટુ દોરવતા હોય તો તેવા લોકોએ એવા ટેટુ બનાવવા જોઈએ જે રીમુવ થઇ શકે. નિષ્ણતો કહે છે કે જે ટેટૂને રીમુવ થઇ શકતું હોય તે ચામડીને નુકસાન પણ નથી કરતું. સ્થાઈ ટેટુ જેટલું દોરાવવું સરળ છે તેટલુ જ તેને દુર કરવુ મુશ્કેલ બને છે.

संबंधित इमेज

રસી લગાડવી

ટેટુ દોરવવા જનાર લોકોની જાણકારી માટે કહીએતો ટેટુ દોરવતા પહેલા હેપેટિટીસ બી ની રસી(ટીકા) લગાડવી જોઈએ.એ સિવાય ટેટુ બનાવવાની કલામાં જે  એક્સપર્ટ છે તેની પાસેજ ટેટુ દોરાવવું જોઈએ.જેની પાસે ટેટુ દોરાવિયું છે તે ટેટુ એક્સપર્ટ તે સાધનો     અને સાફ સફાયની પૂરી કાળજી રાખે છે.જે જગ્યાએ ટેટુ દોરાવ્યું છે તે જગ્યાએ એન્ટીબાયોટીક ક્રિમ લગાડવી જોઈએ.

tattooed के लिए इमेज परिणाम
ટેટુ બનાવવાના સાધનો

દોરાવતી વખતે આ વાત જાણવી કે ટેટુ આર્ટિસ્ટની દુકાન સાફ છે કે નહી અને ટેટુ દોરવાના તમામ સાધનો છે જેવાકે હાથ મોજા, માસ્ક,સોઈ,તમામ પ્રકારની સ્લાઇડ વગેરે. જો તમને સ્વાસ્થને લગતી કોઈ તકલીફ હોય જેવી કે હદયરોગ, એર્લજી, ડાયાબીટીસ જેવા રોગો હોયતો ટેટુ દોરવતા પહેલા  તમારા ફેમીલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો તમને કર્લ્યોડ જેવી એર્લજી હોયતો આપણે પરમીનેટ ટેટુ પણ ન દોરાવવું જોઈએ.