Not Set/ પેઇન કિલર તરીકે લેવાતી દવાના વ્યસનીઓ વધ્યાં, તબીબોએ કહે છે ચેતી જાવ

વોશિંગ્ટન આખો દિવસ સુઈ રહેવું, કસરત ન કરવી, સવારે ઉઠીને ચાલવા માટે ન જવું, ઘરમાં અવર-જવર ન કરવાના કારણે કેટલીક વખત આપણા શરીરના કેટલાક ભાગોમાં દુઃખાવાની સમસ્યા ઉભી થઈ જાય છે. એવામાં આપણે કાં તો કોઈ એન્ટિબાયોટીક દવા લઈએ છીએ અથવા તો ઓપિએટ્સ (એક પ્રકારની દવા જેમાં અફીણ હોય છે)નું સેવન કરતા હોઈએ છીએ. પેઇન કિલર તરીકે તબીબો […]

Health & Fitness Lifestyle
OOPP e1533467461609 પેઇન કિલર તરીકે લેવાતી દવાના વ્યસનીઓ વધ્યાં, તબીબોએ કહે છે ચેતી જાવ

વોશિંગ્ટન

આખો દિવસ સુઈ રહેવું, કસરત ન કરવી, સવારે ઉઠીને ચાલવા માટે ન જવું, ઘરમાં અવર-જવર ન કરવાના કારણે કેટલીક વખત આપણા શરીરના કેટલાક ભાગોમાં દુઃખાવાની સમસ્યા ઉભી થઈ જાય છે. એવામાં આપણે કાં તો કોઈ એન્ટિબાયોટીક દવા લઈએ છીએ અથવા તો ઓપિએટ્સ (એક પ્રકારની દવા જેમાં અફીણ હોય છે)નું સેવન કરતા હોઈએ છીએ.

પેઇન કિલર તરીકે તબીબો ઓપિએટ્સના મિશ્રણવાળી ઓપીઓઇડ દવા આપતા હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે  ઓપિએટ્સની આ દવાઓ લઇને દરદીઓ તેના વ્યસની પણ થાય છે.દુનિયામાં ઓપીઓઇડ્સ દવાઓનો વ્યસનીનું પ્રમાણ વધતું જાય છે.અમેરિકામાં આ દવા લેવાનું પ્રમાણ એટલી હદે વધ્યું હતું સરકારે તેની પર પ્રતિબંધ મુક્યા પછી પણ અનેક કેમીસ્ટો ગેરકાનુની રીતે દવા વેચતા હતા.

પેઇન કિલર માટે લેવાતી આ દવાઓ ઉંઘ માટે પણ લેવામાં આવે છે.

ભારતમાં પણ ઓપીઓઇડ દવાઓ પ્રતિબંધીત  છે,જો કે તેમ છતાં અહીં પણ ગેરકાનુની રીતે તેનું વેચાણ થાય છે.હજુ 10 દિવસ પહેલાં જ કોઇમ્બતુર પોલિસે ઓપીઓઇડ મિશ્રિત દવાઓના પ્રતિબંધિત જથ્થા સાથે 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.આ ગેંગનો મુખ્ય સુત્રધાર જોય સેમ્યુઅલ ઓપીએટ્સ મિશ્રીત દવાઓ pethidine hydrochloride અને diazepam injections નો જથ્થો લોકલ કેમિસ્ટો પાસેથી ખરીદીને વ્યસનીઓને વેચતો  હતો.

જો કે એક નવા સંશોધનના તારણ મુજબ, દુઃખાવાથી રાહત મેળવવા માટે લાંબા સમય સુધી ઓપિઓઈડનું સેવન કરવું ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. ભારતમાં પણ ઓપીઓઇડ દવાઓના વ્યસનીઓ વધતા જઇ રહ્યાં છે.ડોક્ટરો માને છે કે આવી દવાનો નશો કરવાથી માણસ મોતના મોઢામાં પણ ધકેલાતો હોય છે.

દિલ્હીના જાણીતા તબીબ રાકેશ ગર્ગ કહે છે કે પેઇન કિલર કે ઉંઘની દવાની વ્યસન ઘાતક પણ નીવડી શકે છે.આવા વ્યસનીઓએ ચેતી જવું જોઇએ.

અમેરિકાના સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાં સહાયક રહી ચુકેલ પ્રોફેસર ડો.જેફરી સ્કેરરના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી ઓપિએટ્સનું સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આના વધુ પ્રમાણના સેવનથી અવસાદ ઉભો થાય છે. પ્રોફેસર જેફરી સ્કેરરે વધુમાં જણાવ્યું કે, દર્દીઓ અને તબીબોને જણાવી દઈએ કે, 30દિવસથી વધુ સમય સુધી જા તમે ઓપિએડ્સનું સેવન કરો છો તો ડિપ્રેશનનો ખતરો વધી જાય છે. આ સંશોધન પત્રિકા એનલ્સ ઓફ ફેમિલી મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.