Not Set/ આજે જ બનાવો સ્વાદિષ્ટ રાજમા ઢોકળા

સામગ્રી રાજમા ઢોકળા માટે 1/2 કપ રાજમા 1 ટીસ્પૂન આદૂની પેસ્ટ ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન સાકર મીઠું (સ્વાદાનુસાર) 1 ટીસ્પૂન ખાવાની સોડા 1/2 ટીસ્પૂન તેલ (ચોપડવા માટે) રાજમા ઢોકળાના વઘાર માટે 1 ટીસ્પૂન તેલ 1/4 ટીસ્પૂન હીંગ 1/4 ટીસ્પૂન રાઇ 5 થી 6 કડીપત્તાં રાજમા ઢોકળા સાથે પીરસવા માટે લીલી ચટણી રાજમા […]

Lifestyle
arj આજે જ બનાવો સ્વાદિષ્ટ રાજમા ઢોકળા

સામગ્રી

રાજમા ઢોકળા માટે
1/2 કપ રાજમા
1 ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1 ટીસ્પૂન સાકર
મીઠું (સ્વાદાનુસાર)
1 ટીસ્પૂન ખાવાની સોડા
1/2 ટીસ્પૂન તેલ (ચોપડવા માટે)

રાજમા ઢોકળાના વઘાર માટે
1 ટીસ્પૂન તેલ
1/4 ટીસ્પૂન હીંગ
1/4 ટીસ્પૂન રાઇ
5 થી 6 કડીપત્તાં

રાજમા ઢોકળા સાથે પીરસવા માટે
લીલી ચટણી

રાજમા ઢોકળા બનાવવાની રીત

રાજમા ઢોકળા બનાવવા માટે, સૌ પ્રથમ રાજમાને સાફ કરીને ધોઇને પાણીમાં રાત્રભર પલાળી રાખો. બીજે દીવસે રાજમાને નીતારીને થોડા પાણી (લગભગ 1/2 કપ) સાથે મિક્સરમાં પીસીને સુંવાળું ખીંરૂ તૈયાર કરી લો.

તેમાં આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, સાકર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. બાફવવા પહેલા, ખીરામાં ખાવાનો સોડા નાંખીને તેની પર 2 ટીસ્પૂન પાણી છાંટી દો.

જ્યારે પરપોટો થવા માંડે, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો. આ ખીરાને તરત જ એક ઘી ચોપડેલી ૧૭૫ મી. મી. (7)ના વ્યાસની થાળીમાં રેડીને થાળીને હલાવીને ખીરાને સરખી રીતે પાથરી લો.

આ થાળીને સ્ટીમરમાં મધ્યમ તાપ પર 10 થી 12 મિનિટ અથવા ઢોકળા બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો. ઢોકળાને સહેજ ઠંડા પાડીને તેના ચોરસ ટુકડા પાડી લો.

તે પછી એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને રાઇ નાંખી દો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તાં નાંખીને થોડી સેકંડ સાંતળી લો.

આ વઘારને ઢોકળાના ટુકડા ઉપર સારી રીતે રેડી લો. આ રાજમા ઢોકળાને લીલી ચટણી સાથે તરત જ પીરસો.