Not Set/ સફરજનની બરફી બનાવો, જાણી લો રેસીપી

સામગ્રી : દળેલી ખાંડ – 4 કપ છીણેલું નાળિયેર – 3 કપ પાણી – 1 ટેબલસ્પૂન છોલીને ટુકડા કરેલું સફરજન – 2 કપ લીંબુનો રસ – 1/2 ટીસ્પૂન તેલ – 1 ટેબલસ્પૂન છોલેલા પિસ્તા – 2 ટેબલસ્પૂન બનાવવાની રીત : કઢાઈ માં દળેલી ખાંડ, છીણેલું નાળિયેર અને પાણી લઇ 5 થી 6 મિનિટ સુંધી ધીમા તાપે ખાંડ ઓગળે નાઈ ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગાળી ગયા પછી તેમાં સફરજનના ટુકડા ઉમેરી ફરી 8 થી 10 મિનિટ સુંધી ધીમે ધીમે […]

Food Lifestyle
JJJJ સફરજનની બરફી બનાવો, જાણી લો રેસીપી

સામગ્રી :

દળેલી ખાંડ – 4 કપ

છીણેલું નાળિયેર – 3 કપ

પાણી – 1 ટેબલસ્પૂન

છોલીને ટુકડા કરેલું સફરજન – 2 કપ

લીંબુનો રસ – 1/2 ટીસ્પૂન

તેલ – 1 ટેબલસ્પૂન

છોલેલા પિસ્તા – 2 ટેબલસ્પૂન

બનાવવાની રીત :

કઢાઈ માં દળેલી ખાંડછીણેલું નાળિયેર અને પાણી લઇ 5 થી 6 મિનિટ સુંધી ધીમા તાપે ખાંડ ઓગળે નાઈ ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગાળી ગયા પછી તેમાં સફરજનના ટુકડા ઉમેરી ફરી 8 થી 10 મિનિટ સુંધી ધીમે ધીમે હલાવતા રાંધી લો.

પછી ગેસ બંધ કરી કડાઈ નીચે ઉતારી લો. હવે આ તૈયાર  મિશ્રણને તેલથી ગ્રીસ કરેલી બેકિંગ ડીશ અથવા ડબ્બામાં કાઢી તેને ઉપર થી ચમચી વડે ધીરે થી દબાવો।

આમ કરવાથી મિશ્રણ માં રહેલા એર (હવા) ના બબલ્સ નીકળી જશે. જેથી બરફી બરાબર સેટ થઇ શકાશે। પછી ઉપર થી પિસ્તા વડે ગાર્નિશ કરો.

હવે આ બકીંગ ટીનને (ડબ્બા) ને ફ્રિજમાં 3ટી 4 કલાક સેટ થવા મૂકી દો. આ ઠંડી ઠંડી સફરજન બરફી તમે જમવા ની સાથે અથવા જમ્યા પછી સર્વ કરી શકો છો.

ઉપરાંત તમે આ રેસિપી લાલ (છાલ સાથે)  અથવા લીલા એમ બંને સફરજન માંથી બનાવી શકો છો. તેમાં ઇચ્છોતો મિલ્કમેઈડ પણ ઉમેરી શકાય છે.

પણ જો તમે તેમાં મિલ્કમેઇડ ઉમેરો છો તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું કરી લેવું। કારણકે મિલ્કમેઇડ માં પણ ગરપણ હોય છે. તો બનાવો ખુબ જ સરળહેલ્ધી અને યમી સફરજન બરફી અને તહેવારમાં તમારા મહેમાનો અને બાળકોને  ખવડાવી ખુશ કરી લો.

Mantavyanews