Not Set/ હૃદયરોગ પણ મટાડી શકે છે ગૌમૂત્ર, ભાવનગરની મેડિકલ ટીમનું ખાસ રિસર્ચ

ભાવનગર, દેશમાં માતા તરીકે પૂજાતી ગાયના ગૌમૂત્રનો ઉપયોગ પણ આપણા દેશમાં ઘણા સમયથી થઇ રહ્યો છે. અનેક સંશોધનો બાદ એવું સાબિત થયું છે કે ગૌ મૂત્રના સેવનથી આપણાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ગૌ મૂત્રનું નિયમિત સેવન કરનાર વ્યક્તિ મેદસ્વિતાનો રોગ લાગતો નથી. એનાથી લોહીની ખામી પણ […]

Health & Fitness Lifestyle
ws હૃદયરોગ પણ મટાડી શકે છે ગૌમૂત્ર, ભાવનગરની મેડિકલ ટીમનું ખાસ રિસર્ચ
ભાવનગર,
દેશમાં માતા તરીકે પૂજાતી ગાયના ગૌમૂત્રનો ઉપયોગ પણ આપણા દેશમાં ઘણા સમયથી થઇ રહ્યો છે. અનેક સંશોધનો બાદ એવું સાબિત થયું છે કે ગૌ મૂત્રના સેવનથી આપણાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ગૌ મૂત્રનું નિયમિત સેવન કરનાર વ્યક્તિ મેદસ્વિતાનો રોગ લાગતો નથી. એનાથી લોહીની ખામી પણ આવતી નથી. આ એક પ્રકારે શરીરને શુદ્ધ કરવા માટેની પ્રાકૃતિક રીત છે.
ગૌ મૂત્રનનું અર્ક સેવન કરનારા શરીરમાં  કેન્સર જેવી બીમારીઓ થતી નથી.ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડીકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણ યુક્ત સાબિત થઇ શકે તે માટેનું રીસર્ચ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
આ પરીક્ષણમાં એવું સામે આવ્યું હતું કે ગૌ મૂત્રનો અર્ક શરીર પર લાગેલા ઘાવને ઝડપથી રુજ આપી દે છે.
મેડીકલ ડોકટરોની ટીમ દ્વારા ગૌમૂત્ર (અર્ક)નું ખાસ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં હ્રદયરોગ ઉપરાત શરીર પર લાગેલ ઘાવને ઝડપી રુજ આપવામાં સારું એવું સાબિત થયેલ છે.
ભાવનગર શહેરનાં સર તખ્તસિંહજી મેડીકલ કોલેજમા થયેલા આ રીસર્ચમાં ડોકટરો દ્વારા ગૌમૂત્ર (અર્ક) કેટલા રોગ માટે રોગપ્રતિકારક સાબિત થઇ શકે તે માટે કોલેજ ખાતે આવેલ લેબોરેટરીમાં પ્રાથમિક ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે  હ્રદય રોગમાં જ્યારે એન્જોનનું પ્રમાણ વધે છે ત્યારે ગૌ મૂત્ર પીવાથી ફાયદો થાય છે અને ગૌમૂત્રનું અર્ક એ હ્રદય રોગ સામે રોગ પ્રતિકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે પ્રમાણે શરીરનાં કોઈ પણ ભાગ પર વાગ્યું હોય અને જે ઘાવ રુજ આવવામાં સમય લાગતો હોય તે બાબતે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
તેમાં પણ ગૌમૂત્ર (અર્ક) લાગેલ ઘાવને ઝડપી રુજ આપવામાં સાબિત થયો છે. આ ઉપરાંત પુરાણોમાં ઋષિ મુનીઓ દ્વારા પણ ગૌમૂત્રનાં અર્કનાં સેવનથી રોગ સામે રક્ષણ મેળવી શકાયની વાત પણ સાબિત થતા રીસર્ચ કરનાર ડોકટરો પણ માની રહ્યા છે.