Not Set/ કેળાના ઉત્તાપા આજે જ ટ્રાય કરો તમારા ઘરે..

સામગ્રી 1/2 કપ છૂંદેલા કેળા 3/4 કપ ચોખા 1/4 કપ અડદની દાળ 1/2 ટીસ્પૂન મેથીના દાણા 2 ટેબલસ્પૂન પીસેલી સાકર મીઠું  (સ્વાદાનુસાર) ઘી  (રાંધવા માટે) 8 ટીસ્પૂન ખમણેલું નાળિયેર બનાવવાની રીત  એક ઊંડા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે 3 કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.આ મિશ્રણમાં લગભગ 3/4 કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર […]

Food Lifestyle
mahi plk કેળાના ઉત્તાપા આજે જ ટ્રાય કરો તમારા ઘરે..

સામગ્રી

1/2 કપ છૂંદેલા કેળા
3/4 કપ ચોખા
1/4 કપ અડદની દાળ
1/2 ટીસ્પૂન મેથીના દાણા
2 ટેબલસ્પૂન પીસેલી સાકર
મીઠું  (સ્વાદાનુસાર)
ઘી  (રાંધવા માટે)
8 ટીસ્પૂન ખમણેલું નાળિયેર

બનાવવાની રીત 

એક ઊંડા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે 3 કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.આ મિશ્રણમાં લગભગ 3/4 કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.તે પછી બાઉલને ઢાંકીને આથો આવવા માટે 10 થી 12 કલાક માટે રહેવા દો.

હવે જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં છૂંદેલા કેળા અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી તેને મલમલના કપડા વડે સાફ કરી લો.

હવે એક કડછી ભરી ખીરૂ તવા પર રેડી તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (5)નો ગોળ ઉત્તાપા બનાવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો.

તેની કીનારીઓ પર થોડું ઘી સરખી રીતે રેડી, તેની ઉપર 1 ટીસ્પૂન નાળિયેર છાંટીને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો.

તેને ઉથલાવીને તેની બીજી બાજુ હળવા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો. રીત ક્રમાંક 7 થી 10 પ્રમાણે બાકીના 7 ઉત્તાપા તૈયાર કરો. તરત જ પીરસો.