Not Set/ કાળા ચોખાનું સેવન કરો, આટલી બિમારી ચોક્કસ ભાગશે 

અમદાવાદ કાળા ચોખા બહુ સામાન્ય નથી હોતા પરંતુ જો અમે એ કહીએ કે, આજના સમયમાં આ ચોખા પોષણ અને સ્વાસ્થ્ય માટે સૌથી સારામાં સારુ માધ્યમ છે, તો કંઈ ખોટું નહીં હોય. અલગ-અલગ પોષણ તત્વોથી  ભરપૂર, કાળા ચોખાનો ઈતિહાસ ઘણો રોમાંચિત કરે તેવો છે. એશિયા મહાદ્વીપમાં ચોખાનું પ્રમુખપણે સેવન કરવામાં આવે છે. પહેલાના સમયમાં ચીનના એક […]

Health & Fitness Lifestyle
z કાળા ચોખાનું સેવન કરો, આટલી બિમારી ચોક્કસ ભાગશે 
અમદાવાદ
કાળા ચોખા બહુ સામાન્ય નથી હોતા પરંતુ જો અમે એ કહીએ કે, આજના સમયમાં આ ચોખા પોષણ અને સ્વાસ્થ્ય માટે સૌથી સારામાં સારુ માધ્યમ છે, તો કંઈ ખોટું નહીં હોય. અલગ-અલગ પોષણ તત્વોથી  ભરપૂર, કાળા ચોખાનો ઈતિહાસ ઘણો રોમાંચિત કરે તેવો છે.
એશિયા મહાદ્વીપમાં ચોખાનું પ્રમુખપણે સેવન કરવામાં આવે છે. પહેલાના સમયમાં ચીનના એક ખૂબ જ નાના હિસ્સામાં કાળા ચોખાની ખેતી કરવામાં આવતી હતી અને આ ચોખા માત્ર અને માત્ર રાજાના ખાવા માટે જ ઉપયોગ કરાતા. જોકે, આજે આ કાળા ચોખા ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ તેમ છતાં સફેદ અને છિકણી ચોખાની સરખામણીમાં આની ખેતી ખૂબ જ ઓછી થાય છે અને ગણ્યાગાંઠ્યા લોકો જ આના વિશે જાણે છે. જ્યારે આ અન્ય ચોખા કરતા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી છે. કાળા ચોખાની શી વિશેષતા રહેલી છે તે નીચે મુજબ છે.
• કાળા ચોખા એન્ટી-ઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર હોય છે. તમને જણાવી દઈએ કે, એન્ટી-ઓક્સીડેન્ટ આપણા શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થોને બહાર લાવવામાં મદદ કરે છે. જોકે, કોફી અને ચામાં પણ એન્ટી-ઓક્સીડેન્ટનું પ્રમાણ રહેલું છે. પરંતુ કાળા ચોખામાં આની માત્રા વધુ હોય છે. જેનાથી બોડીને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે. જેના કારણે અનેક બિમારીઓ દૂર થાય છે.
• કાળા ચોખા ખાવાથી હૃદય સંબંધિત બિમારીઓથી પણ છુટકારો મળી શકે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કાળા રંગના ચોખામાં એંથોસાઇનિન હોય છે. આ એક એવું તત્વ છે જે એટેક આવવાની શક્યતાઓને ઘટાડી શકે છે.
• જો તમને શરીરમાં બેચેની અથવા તો અશક્તિ હોય તેમ લાગી રહ્યું છે તચો કાળા ચોખાનું સેવન કરો જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી નિવડશે.