Not Set/ ઉત્તરાયણમાં આ 5 સનગ્લાસ બનાવશે તમને સૌથી સ્માર્ટ

અમદાવાદ, આવતીકાલે ઉત્તરાયણમાં તમને લાખો પતંગ રસિકો સનગ્લાસ પહેરીને ધાબાની મોજ માણતા જોવા મળશે.ઉત્તરાયણમાં સનગ્લાસિસ ફેશન અથવા સ્ટાઇલ એસેસરી છે જે તમારા આઉટફીટને કોમ્પ્લિમેન્ટ કરે. ઉત્તરાયણમાં મોટે ભાગે ટીશર્ટ અને જીન્સમાં લોકો જોવા મળશે.આ ઓઉટફિટમાં ડાર્ક સનગ્લાસ તો ટ્રેન્ડી છે પરંતુ આજે આપણે સનગ્લાસની બીજી સ્ટાઇલ વિશે પણ જણાવીશું. ઉત્તરાયણમાં તમારે થોડા કલરફૂલ ફન્કી સનગ્લાસિસ […]

Fashion & Beauty Lifestyle Navratri 2022
ko 8 ઉત્તરાયણમાં આ 5 સનગ્લાસ બનાવશે તમને સૌથી સ્માર્ટ

અમદાવાદ,

આવતીકાલે ઉત્તરાયણમાં તમને લાખો પતંગ રસિકો સનગ્લાસ પહેરીને ધાબાની મોજ માણતા જોવા મળશે.ઉત્તરાયણમાં સનગ્લાસિસ ફેશન અથવા સ્ટાઇલ એસેસરી છે જે તમારા આઉટફીટને કોમ્પ્લિમેન્ટ કરે. ઉત્તરાયણમાં મોટે ભાગે ટીશર્ટ અને જીન્સમાં લોકો જોવા મળશે.આ ઓઉટફિટમાં ડાર્ક સનગ્લાસ તો ટ્રેન્ડી છે પરંતુ આજે આપણે સનગ્લાસની બીજી સ્ટાઇલ વિશે પણ જણાવીશું.

ઉત્તરાયણમાં તમારે થોડા કલરફૂલ ફન્કી સનગ્લાસિસ તો રાખવા જ જોઇએ. તે તમારા અપિઅરન્સમાં સ્વેગ અને ઉમ્ફ ઉમેરશે.

રીફલેક્ટર શેડ્સ

દરેક ઉત્તરાયણમાં આ મોસ્ટ ટ્રેન્ડી અને અત્યારે સૌથી ફેમસ સનગ્લાસિસ છે. શાહરૂખથી માંડીને વરૂણ ધવન તેમની લેટેસ્ટ મૂવીઝમાં આ ગોગલ્સમાં જોવા મળ્યા હતા.હવે ટેરેસ પર પણ દર ત્રીજો પતંગબાજ રીફલેક્ટર શેડ્સના સનગ્લાસ પહેરીને ફરતો જોવા મળશે.

રાઉન્ડ ફ્રેમ પણ ઇન છે..

રાઉન્ડ ફ્રેમના સનગ્લાસિસ ગયા વર્ષે ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યા હતા. અમને લાગે છે કે આ વર્ષે પણ તેનો જ ટ્રેન્ડ રહેશે. તમે રાઉન્ડ ફ્રેમ્સને વેરિએશન આપવા માટે રિફ્લેક્ટર ગ્લાસિસ પણ પહેરી શકો છો.રાઉન્ડ ફ્રેમ છોકરાઓ પર વધુ સુટ થતા હોય છે.

વેફરર્સ વેર..

વેફરર્સ મોટે ભાગે પ્લાસ્ટિક ફ્રેમ્સમાંથી બનાવાય છે. તેમનું કેઝ્યુઅલ અપિઅરન્સ અનેક લોકોનું ધ્યાન દોરશે.ઉત્તરાયણમાં તે સટાઇલ તો આપશે સાથે સાથે સૂર્યથી તમારી આંખોને સારું રક્ષણ પણ આપશે.

એવીએટર્સ જેવી વાત નહિ

એવિએટર્સ કલરફૂલ અને એવરગ્રીન સનગ્લાસિસ છે. તે હંમેશા ટ્રેન્ડમાં રહ્યા છે અને રહેશે. એવિએટર્સ લગભગ દરેક પ્રકારના ફેસ શેપને સુટ કરે છે એટલે તે લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે. તમે આ સિઝનમા તમારા ક્લાસિક એવિએટર્સને ચેન્જ કરીને તેમાં થોડો કલર પણ એડ કરી શકો છો.

ટર્મિનેટરનો ટ્રેન્ડ હજુ ચાલે છે.

આને તેનું નામ ટર્મિનેટર ફિલ્મ પરથી મળ્યું છે. કારણ કે આર્નોલ્ડે ફિલ્મમાં તે પહેર્યા હતા. કેટલાક લોકો તેને એવિએટર્સ પણ કહે છે પણ તેની ડિઝાઇન એવિએટર્સ કરતા વધારે બોક્સી છે.