Not Set/ અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અંધાપા તરફ ધકેલી શકે છે

જો તમે અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની ટેવ ધરાવતા હોય તો આ ટેવ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ તમને કાયમી અંધાપા તરફ પણ ધકેલી શકે છે. એસ સંશોધનમાં સામે આવ્યુ છે કે જે લોકો રાત્રીના સમયે અંધારામાં 30 મિનીટ કે તેથી વધુ સમય સુધી સ્માર્ટ ફોનમાં નજર કેન્દ્રીત […]

Fashion & Beauty Lifestyle
iphone in the dark અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અંધાપા તરફ ધકેલી શકે છે

જો તમે અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની ટેવ ધરાવતા હોય તો આ ટેવ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ તમને કાયમી અંધાપા તરફ પણ ધકેલી શકે છે. એસ સંશોધનમાં સામે આવ્યુ છે કે જે લોકો રાત્રીના સમયે અંધારામાં 30 મિનીટ કે તેથી વધુ સમય સુધી સ્માર્ટ ફોનમાં નજર કેન્દ્રીત રાખે છે તેમને લાંબાગાળા અંધાપાનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટરોનુ કહેવુ છે કે જ્યારે તમે રાત્રીના અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેની સ્ક્રીન ડાર્ક રાખો.

Image result for Using a smart phone in the dark can lead to blindness.

ન્યુ ઈંગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશીત થયેલ આ સંશોધન ડોક્ટરો પાસે આ પ્રકારે અંઘાપામા બે કેસ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. આ બંન્ને મહિલાઓ હતી. એટલે કે સ્માર્ટ ફોનનો અંધારામાં ઉપયોગ નુકશાન કારક સાબિત થઈ શકે છે. જો કે સાથે ડોક્ટરો એ પણ જણાવે છે કે જો સ્માર્ટફોનનો ઉપયોગ સાવધાની સાથે કરવામાં આવે તો આ સમસ્યાને અટકાવી શકાય છે.

Image result for Using a smart phone in the dark can lead to blindness.

જાણીતા આંખ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર અરુણ કુમાર શર્માએ આ અંગે જણાવ્યુ હતુ કે અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી બોડીમાં મેલોટોનિન હોર્મોન્સિની અછત સર્જાય છે. મેલોટોનિન હોર્મોન્સિનુ સ્તર ઘટવાની સાથે સાથે બ્રેન ટ્યુમરનો ખતરો પણ વધી જાય છે. જો તમે અંધારામાં રોજ 30મિનીટ કે તેથી વધુ સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારી આંખો ડ્રાય થઈ શકે છે. સાથે જ તેનાની આંખોના રેટિંગ પર પણ ખરાબ અસર થાય છે. એટલે કે આપણી આંખો અને મગજ પર ખુબ ખરાબ અસર પડે છે. અંધારામાં મોબાઈલના ઉપયોગથી આંખોની સાથે શરીરના અન્ય ભાગો ઉપર પણ ગંભીર અસર થાય છે.

Image result for Using a smart phone in the dark can lead to blindness.