Fashion/ ભારતીય સંસ્કૃતિના પહેરવેશના ગર્વનું પ્રતિક છે આ સાડી

સાડીને ભારતીય સંસ્કૃતિના પહેરવેશના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, ભારતમાં અનેક પ્રકારની સાડીઓ બને છે, ભારતમાં અનેક પ્રકારની સાડીઓ પણ હોય છે

Fashion & Beauty Trending Lifestyle
6 3 ભારતીય સંસ્કૃતિના પહેરવેશના ગર્વનું પ્રતિક છે આ સાડી

સાડીને ભારતીય સંસ્કૃતિના પહેરવેશના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અનેક પ્રકારની સાડીઓ બને છે. ભારતમાં અનેક પ્રકારની સાડીઓ પણ હોય છે. જુદા-જુદા પ્રદેશની સાડીઓ અલગ નામથી ઓળખય છે અને ખાસ હોય છે.

બનારસી સાડી રેશમી
રેશમી અને ઝરીકામથી તૈયાર કરવામાં આવેલી સાડીને બનારસી સાડી કહેવામાં આવે છે. આ બનારસ અને તેની આસપાસના શહેરોમાં બને છે. પ્રાચીનકાળમાં આ સાડીઓમાં સોના-ચાંદીના તારથી કામ થતું હતું. હવે તે મોંધું પડતી હોવાથી કૃત્રિમ તારોનો ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન અને શુભ અવસર પર બનારસી સાડી પહેરવી આજે પણ ગર્વનું પ્રતિક છે. આ બનારસની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે.

કાંજીવરમ (તમિલનાડુ)
તમિલનાડુના કાંચીપુરમમાં બનનાર રેશમી સાડીને કાંજીવરમ સાડીના નામે ઓળખાય છે. આ સાડીઓને બનાવવામાં શેતૂરના રેશમનો ઉપયોગ કરવામાં આવે છે. જે દક્ષિણ ભારતથી આવે છે તથા જરી ગુજરાતમાંથી આવે છે. આ સાડીઓની બોર્ડર અને પાલવનો રંગ હોય છે અને બાકી સાડી બીજા રંગની હોય છે. તેના ત્રણ ભાગને અલગ-અલગ વણીને એ પ્રકારે તૈયાર કરવામાં છે કે કોઇ સાંધો દેખાતો નથી. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની મહિલાઓ તેને લગ્ન અને શુભ અવસરો પર પહેરે છે.

તાંતકી સાડી (પશ્વિમ બંગાળ)
બંગાળી મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી પારંપારિક સાડી તાંત ની સાડીના નામે ઓળખવામાં આવે છે. આ બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના વણકારો દ્વારા વણવામાં આવે છે. તેને બનાવવા માટે સુતરના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જરી અને સુતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ મહિન અને પારદર્શી હોય છે. બંગાળમાં ગર્મ જલવાયુ હોવાના કારણે ત્યાંની મહિલાઓ માટે આરામદાયક પરિધાન છે.

સાંભલપુરી સાડી
આ એક પારંપારિક પરિધાન છે હાથવણાટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સંબલપુર અને તેના આસપાસના વિસ્તારોમાં તૈયાર થાય છે. તેમાં દોરા અને વણાટ વડે પહેલો રંગ તૈયાર કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે શંખ, ચક્ર, ફૂલ વગેરે હોય છે. મોટાભાગે સફેદ, લાલ, કાળા, વાદળી રંગની હોય છે. આ બાંધકલા (ટાઇ-ડાઇ)ની પારંપારિક શિલ્પકલા માટે પ્રસિદ્ધ છે.

પૈંઠણી (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રના પૈંઠણ શહેરમાં બનતી હોવાથી આ સાડીને પૈંઠણીના નામે ઓળખવામાં આવે છે. આ ભારતની મોંઘી સાડીમાંથી એક છે. આ ઉચ્ચકોટિના મહીન રેશમમાંથી બને છે. તેની વિશેષતા તેના મોરની અનુકૃતિવાલો પાલવ હોય છે. આએક રંગનો તથા બહુરંગી હોય છે. તેમાં સોનેરી તારનો પણ ઉપયોગ થાય છે.

બાંધણી સાડી
આ બંધેજ સાડીના નામે પણ ઓળખાય છે. આ ગુજરાત અને રાજસ્થાનમાં બને છે. બાંધણીનો અર્થ થાય છે ‘બાંધવું’. સાડીને નાના-નાના બંધનમાં બાંધીને રંગબેરંગી

ચિકનકારી
મુગલો દ્વારા આરંભ કરવામાં આવેલી લખનઉની પ્રાચીન પારંપરિક કઢાઇની કલાને ‘ચિકન’ કહેવામાં આવ્યું છે. શરૂઆતમાં હાથ વડે સફેદ કપડાં પર ભરતકામ થાય છે. આ ભરતકામની વિશેષતા તેની સાંઇ છે. જેને નફાસત અને કલાત્મક રીતે બનાવવામાં આવે છે. હવે રેશમ, શિફોન, નેટ વગેરે કપડાં પર ચિકેનનું કામ કર્યા પછી રંગીન કપડા પર ભરતકામ થવા લાગે છે. આરામદાયક થવાના કારણે આ સાડી દરેક મહિલાની પસંદ હોય છે.

બાલૂચરીસાડી
પ્રસિદ્ધ બાલૂચરી સાડી મુર્શિદાબાદ (પશ્વિમ બંગાળ)માં બને છે. આ સાડીને બનાવવામાં બે લોકોનું કામ હોય છે અને તેને બનાવવામાં 7 થી 10 દિવસ લાગે છે. આ સાડીઓ પર રેશનના મહીન દોરા વડે પૌરાણિક કથાઓના દ્વશ્ય બનાવવામાં આવે છે. વધુ કિંમતી હોવાના કારણે બંગાળની અમીર મહિલાઓ પહેરતી હોય છે હજુ પણ લગ્ન-વિવાદના અવસર પર આ સાડીઓનો ઉપયોગ થાય છે.