Not Set/ ગરમીમાં શરીરને ઠંડક આપે છે બિલાનું શરબત, જાણો તેના ફાયદાઓ

ગરમીની ઋતુ આવવાને બસ હવે થોડાક દિવસોની વાર છે. ગરમી આવતાની સાથે તમે ઠંડા પીણા વધારે પ્રમાણમાં પીવો છો.

Health & Fitness Lifestyle
Mantavya 67 ગરમીમાં શરીરને ઠંડક આપે છે બિલાનું શરબત, જાણો તેના ફાયદાઓ

ગરમીની ઋતુ આવવાને બસ હવે થોડાક દિવસોની વાર છે. ગરમી આવતાની સાથે તમે ઠંડા પીણા વધારે પ્રમાણમાં પીવો છો. જો તમે અન્ય ઠંડા પીણાની જગ્યાએ દેશી શરબતનું સેવન કરશો, તો તે તમને ઠંડકની સાથે સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરશે. બિલીનાં ઝાડ પર ઉગતા બિલાનાં શરબતથી અનેક ફાયદાઓ થાય છે. જોકે કેટલાક લોકોએ અમુક કારણોસર તેનું સેવન ન કરવું જોઈએ.

Health / ખાટી મીઠી આમલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો તે કયા છે?

અહીં જાણીએ બિલા શરબતનાં ફાયદા અને નુકસાન વિશે

બિલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટિન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે. આ ઉપરાંત આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે. તથા ઝાડાને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહીની વૃદ્ધિ કરે છે તથા પેટનાં દુખાવાથી આરામ આપે છે. આ શરબત પેટને ઠંડક પ્રદાન કરે છે, આ શરબત પીવાથી કબજીયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. તેમજ આ શરબત ભોજનનું પાચન કરવામાં સહાય કરે છે. ઉલ્લેખનીય છે કે તેનાથી કોઈ આડઅસર પણ નથી થતી.

Health / લાલ કેળાના ફાયદા જાણી લેશો તો ભૂલી જશો પીળા કેળા ખાવાનું…

કેવી રીતે બનાવવું બીલાનું શરબત

બિલાનું શરબત ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે, જે માટે મિડીયમ સાઈઝનું બિલુ લો. તેમાંથી બીજ દૂર કરી દો. અને તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ખાંડ ઓગાળી લો. (સ્વાદ અનુસાર ખાંડ ઓછી અથવા વધારે નાંખી શકો છો, ધ્યાન રહે કે બિલાની પોતાની મીઠાસ પણ હોય છે.) ખાંડવાળા પાણીમાં એક ગ્લાસ શરબત માટે બે ચમચી બિલીનું મિશ્રણ ભેળવો. જેમાં થોડું સંચળ અને લીંબુ ભેળવીને આ મિશ્રણને મિક્સરમાં મિક્સ કરો, હવે ગરમીમાં શરીરને ઠંડક આપવા બિલાનું શરબત તૈયાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ