Not Set/ ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 40 લોકોનાં મોત

વીજળી પડવાથી 38 પશુઓનાં પણ મોત થઇ ગયા છે

Top Stories
હજજજજજજજ ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 40 લોકોનાં મોત

રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વીજળીનો કહેર વર્તયો છે જેમાં કુલ 40 લોકોનાં મોત નીપજ્યાં છે. કાનપુર અને આજુબાજુના જિલ્લાઓમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો, પ્રયાગરાજમાં 13, કૌશંભીમાં ત્રણ, પ્રતાપગઢમાં એક, આગ્રામાં ત્રણ અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. વીજળી પડવાના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા છે. સૌથી વધારે નુકસાન કાનપુર વિભાગમાં થયું છે. કાનપુર દેહતમાં, ભોગનીપુર તહસીલના જુદા જુદા ગામોમાં, ઘાટમપુરમાં એક, ફતેહપુર જિલ્લાના સાત અને હમીરપુરના અપર ગામમાં બે લોકોના મોત નીપજ્યાં છે.

ઉન્નાના સરાય બૈદરા ગામે બાંડા કોતવાલી વિસ્તારના મોતીઆરી ગામની 13 વર્ષની એક યુવતી અને બે બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાટમપુરમાં 38 પશુઓના પણ મોત નીપજ્યાં છે. પ્રયાગરાજમાં ગાજવીજ દરમિયાન, જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાથી 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ચારને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજના તાલુકાના કોરાં, બારા, કરંચણા અને સોરાંમાં વીજળી પડવાના કારણે જાનહાનિના મામલે  શોક વ્યક્ત કર્યો છે. તેમણે નિયમો મુજબ મૃતકના પરિવારજનોને  નિયમ અનુસાર જે વળતરની રકમ હોય તેને સત્વરે  વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પ્રયાગરાજ જિલ્લાના તહસિલ ફુલપુર અને સોરઠોમાં વીજળી પડવાના કારણે ઘાયલ લોકોની યોગ્ય સારવાર માટે પણ નિર્દેશ આપ્યો છે.