Crime/ મુંબઈની જેમ અમદાવાદનું ‘જુહાપુરા’ પણ બની રહ્યું છે “નવું અંડરવર્લ્ડ ડેસ્ટીનેશન “

મદાવાદનાં જુહાપુરામાં પણ જાણે કે નવું અંડરવર્લ્ડ બની રહ્યું હોય તેવો માહોલ બનતો જઈ  રહ્યો છે. જુહાપુરામાં લુખ્ખાગીરી એટલી હદ્દે વધતી જઈ રહી છે કે સામાન્ય બાબતમાં છરીથી  હુમલા કરવાના કિસ્સા તો હવે રોજબરોજનાં અને સામાન્ય જ થઇ ગયા છે.

Ahmedabad Gujarat
kalu gardan gang મુંબઈની જેમ અમદાવાદનું 'જુહાપુરા' પણ બની રહ્યું છે "નવું અંડરવર્લ્ડ ડેસ્ટીનેશન "
@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ…
અમદાવાદનાં જુહાપુરામાં પણ જાણે કે નવું અંડરવર્લ્ડ બની રહ્યું હોય તેવો માહોલ બનતો જઈ  રહ્યો છે. જુહાપુરામાં લુખ્ખાગીરી એટલી હદ્દે વધતી જઈ રહી છે કે સામાન્ય બાબતમાં છરીથી  હુમલા કરવાના કિસ્સા તો હવે રોજબરોજનાં અને સામાન્ય જ થઇ ગયા છે.

જુહાપુરામાં વસતા લોકોને પોતાની મિલ્કતનો અને પોતાના પરિવાજનોની ચિંતા સતાવી રહી છે અને તેઓ પોતાને અસલામત અનુભવી રહ્યા છે. જુહાપુરામાં સુલતાન ગેંગ, કાલુ  ગરદન  ગેંગ , અમીન મારવાડી ગેંગ , અઝહર કેટલી ગેંગ અને નજીર વોરા ગેંગ સહીત અનેક ગેંગો સક્રિય છે. જેમાંથી ઘણી ગેંગના સભ્યો અને તેમના આકાઓ સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરીને તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. જો કે, કેટલીક ગેંગના સભ્યો હજી પણ જુહાપુરામાં સક્રિય છે અને તેઓ છાશવારે જુહાપુરામાં અસામાજિક પ્રવુત્તિને અંજામ આપી રહ્યા છે.

એક-બે દિવસો પહેલા જ અમીન મારવાડી નામના શખ્સની સામે પોલીસ ઉપર હુમલો સહીત હાર્ફ મર્ડરની ફરિયાદ વેજલપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેના 24 કલાકની અંદર જ અમીન મારવાડીની સોશિયલ મીડિયામાં ફાયરિંગ કરતી વિડીયો સામને આવ્યો હતો. જેમાં તે પોતાને ડોન હોવાનું જણાવી રહ્યો હતો. અને તેણે એક વેપારીને ધમકાવીને 5 લાખની ખંડણી પણ માંગી હતી. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમીન મારવાડીની સામે વધુ એક  ફરિયાદ નોંધાતા પોલીસે અમીન મારવાડી અને તેનો સાગરીત સમીર પેન્ડીની ધરપકડ કરી હતી. આ મામલાની શાહી હજી સુકાઈ પણ નથી અને ત્યાં વધુ એક ગેંગનો આંતકી તલવાર-ધોકા ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અમદાવાદ ના જુહાપુરા વિસ્તાર માં કાલુ ગરદન નામનો વ્યક્તિ અનેક વાર વિવાદોમાં આવી ચુક્યો છે, મારપીટ અને મડર જેવા કેસો તેના પર ચાલી રહ્યા છે.  ત્યારે હવે કથીત રીતે કાલુ ગરદનની ગેંગનો જ કહેવાતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હાથમાં હથિયારો લઈને ડાન્સ કરતા બે ઈસમો દેખાય રહ્યા છે . સ્થાનિકોમાં પોતાનો ખૌફ જમાવવા અને ડરાવવા માટે કાલુ ગરદનની ગેંગએ વીડિયો વાયરલ કર્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. કાલુ ગરદન અને તેની ગેંગનો જુહાપુરા વિસ્તારમાં સ્થાનિકોને હેરાન કરવામાં અને મારપીટ કરવામાં અનેક વાર વિવાદ ઉભો થયો છે.

હવે જોવાનું એ છે કે પોલીસ આ મામલે કઈ દિશામાં તપાસ કરીને આરોપીની સામે કઈ રીતની કાર્યવાહી કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…