સુરેન્દ્રનગર/ લીંબડીમાં હોમગાર્ડના જવાન ઉપર શખ્સોએ હુમલો કર્યો

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર લીંબડી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અયુબભાઈ સીદીકભાઈ ખોખર (મુસલમાન)ના પુત્ર અજીમ ખોખરે ઉર્વેશ પઠાણ અને તેના મિત્ર યાસીન પાસે દુકાનના માલના બાકી પૈસાની ઉઘરાણી કરી હતી. જેને લઈ ઉર્વેશ અને તેના મિત્ર યાસીને અજીમ ઉપર હુમલો કર્યો હતો. ઝઘડોની વાત સાંભળી હોમગાર્ડ જવાન અયુબભાઈ ખોખરે ઝઘડો રોકાવા અને સમાધાન […]

Gujarat Others
Untitled 296 લીંબડીમાં હોમગાર્ડના જવાન ઉપર શખ્સોએ હુમલો કર્યો

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અયુબભાઈ સીદીકભાઈ ખોખર (મુસલમાન)ના પુત્ર અજીમ ખોખરે ઉર્વેશ પઠાણ અને તેના મિત્ર યાસીન પાસે દુકાનના માલના બાકી પૈસાની ઉઘરાણી કરી હતી. જેને લઈ ઉર્વેશ અને તેના મિત્ર યાસીને અજીમ ઉપર હુમલો કર્યો હતો. ઝઘડોની વાત સાંભળી હોમગાર્ડ જવાન અયુબભાઈ ખોખરે ઝઘડો રોકાવા અને સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો હતો.

પરંતુ ઉર્વેશ અને તેના મિત્ર યાસીને અયુબભાઈ પર લાકડી વડે હુમલો કરી બાપ-દિકરા બન્નેને ઘાયલ કરી જાનથી મારી નાખવાની ધમકી ભાગી ગયા હતા. હોમગાર્ડ જવાન અયુબભાઈ ખોખર ઉપર થયેલા હુમલાને લીંબડીના શહેરીજનોએ વખોડ્યો હતો. અયુબભાઈએ લીંબડી પોલીસ મથકે બન્ને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હુમલાખોરને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે.