સુરેન્દ્રનગર/ લીંબડી પાટીદાર સમાજે શહીદ જવાનની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા યોજી

લીંબડી સરદાર પટેલ ભવનમાં પાટીદાર સમાજ દ્વારા શહીદ કુલદીપ પટેલના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું…

Gujarat Others
લીંબડી

લખતર તાલુકાના લીલાપુર ગામના પાટીદાર સમાજના યુવાન અને ઈન્ડિયન નેવીમાં ફરજ અદા કરતા કુલદીપ પટેલે શહિદી વહોરી હતી. પટેલ સમાજના યુવકના શહાદતના સમાચાર મળતા ઝાલાવાડ પંથકમાં લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. લીંબડી સરદાર પટેલ ભવનમાં પાટીદાર સમાજ દ્વારા શહીદ કુલદીપ પટેલના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :આર્મી કેમ્પમાં સુવર્ણ વિજય વર્ષ વિજય જ્યોત સમારોહ

શહીદના પરિવારને આર્થિક મદદ માટે લીંબડી નીલકંઠ વિદ્યાલય પરિવાર અને સરદાર પટેલ ભવનના પ્રમુખ લાલભાઈ પટેલ દ્વારા શહીદના પરિવારને આર્થિક મદદ કરવા માટે રૂ.1,51,000 અર્પણ કરવાની જાહેરાત કરી હતી. શહીદવિર કુલદીપ પટેલના દિવંગત આત્માની શાંતી માટે યોજાયેલ પ્રાર્થના સભામાં સરદાર પટેલ ભવનના ઉપપ્રમુખ ગણપતભાઈ પટેલ, ચકાભાઈ પટેલ, સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ઠાકરશીભાઈ પટેલ, ચતુરભાઈ, રઘુભાઈ સહિત મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : આ બ્રિજ સાત ઓગસ્ટ સુધી રહેશે બંધ , જાણીલો તમે પણ

લીંબડી સરદાર પટેલ સમાજના પ્રમુખ લાલાભાઈ પટેલે શહીદના પરિવારને આર્થિક મદદ માટે લીંબડીમાં વિરાંજલી યાત્રા થકી શહીદ ફંડ ઉઘરાવ્યું હતું. સરદાર પટેલ ભવનના ઉપ પ્રમુખ ગણપતભાઈ છેલૈયા દ્વારા શહીદ વીર કુલદીપના પરિવારને આર્થિક મદદ માટે સમાજને હાંકલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  કેશોદના હરસુખભાઈ ડોબરીયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા