હુમલો/ લીંબડીના યુવાન પર પૂર્વ પાલિકા પ્રમુખના પુત્રો સહિત 5 શખ્સોએ હુમલો કર્યો 

  @ સચિન પીઠ્વા , સુરેન્દ્રનગર લીંબડીના યુવાન પર પૂર્વ પાલિકા પ્રમુખના પુત્રો સહિત 5 શખ્સોએ હુમલો કર્યો   જાતિ વિશે અપમાનિત કરવા બદલ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો લીંબડી મોટાવાસમાં રહેતા યુવાન પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રો સહિત પાંચ શખ્સોએ પૈસાની લેતીદેતી બાબતે પાઈપ, લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘાયલ […]

Gujarat
IMG 20210701 WA0144 લીંબડીના યુવાન પર પૂર્વ પાલિકા પ્રમુખના પુત્રો સહિત 5 શખ્સોએ હુમલો કર્યો 

 

@ સચિન પીઠ્વા , સુરેન્દ્રનગર

લીંબડીના યુવાન પર પૂર્વ પાલિકા પ્રમુખના પુત્રો સહિત 5 શખ્સોએ હુમલો કર્યો 

 જાતિ વિશે અપમાનિત કરવા બદલ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

લીંબડી મોટાવાસમાં રહેતા યુવાન પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રો સહિત પાંચ શખ્સોએ પૈસાની લેતીદેતી બાબતે પાઈપ, લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘાયલ યુવકે હુમલાખોરો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

લીંબડી મોટાવાસમાં રહેતા જીતેન્દ્ર જીવણભાઈ વાઘેલાએ બે-અઢી વર્ષ પહેલા આબીદ નીજામભાઈ પઠાણને સબંધના રૂએ રૂ.60,000 હાથ ઉછીના આપ્યા હતા. પૈસા પરત કરવા બાબતે એકાદ મહિના પહેલા જીતેન્દ્ર વાઘેલા અને આબીદ પઠાણ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુખ રાખી ઉર્વેશ પઠાણ અને આબીદ પઠાણે જીતેન્દ્રને જાતિ વિશે અપમાનજનક શબ્દો કહ્યા હતા.

લીંબડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રો વિજય ખાનજીભાઈ ચાવડા, ભરત ખાનજીભાઈ ચાવડા સાથે મળીને ઉર્વેશ પઠાણ, આબીદ પઠાણ અને વિક્કી રમેશભાઈ ચાવડાએ જીતેન્દ્ર વાઘેલાને અપશબ્દો કહી પાઈપ, લાકડી વડે હુમલો કરી મુંઢ માર માર્યો હતો. જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘાયલ જીતેન્દ્ર વાઘેલાએ પાંચેય હુમલાખોર વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.