Bollywood/ શું હવે દિપીકા આપશે ગુડ ન્યુઝ ? જોવા મળી કેરી ખાતી

દિપીકાએ કાચી કેરીની મજા માણી હતી.

Entertainment
dipika 1 શું હવે દિપીકા આપશે ગુડ ન્યુઝ ? જોવા મળી કેરી ખાતી

દિપીકા પાદુકોણ અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.તે તેના ચાહકો માટે અવાર નવાર હ્રદય સ્પર્શી તસવીર શેર કરે છે, અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હોય છે, પરતું થોડો સમયથી તે સોશિયલ મીડિયા પર જોવા મળતી ન હતી પરતું યોગના દિવસે એક તસવીર શેર કરી હતી, આજે ફરી એકવાર એવો વીડિયો શેર કર્યો છે ઇન્ટા પર કે જેમાં તે કેરી ખાઇ રહી છે. તેના ચાહકો અ આ જોઇને પ્રશ્ન પુછી બેઠા કે તમે પ્રેગ્નેટ છો? અભિનેત્રીએ કોઇ જવાબ આપ્યો ન હતો.

હાલમાં જ દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ જોવા મળી રહી છે, જેને દીપિકા કાચી કેરીઓ ખવડાવી રહી છે. આ વ્યક્તિ જણાવી રહ્યું છે કે દીપિકા મરચા-મસાલા લગાવ્યા બાદ આ કેરી ખાતી હતી.આ વીડિયો દીપિકાની વેનિટી વાનમાં લેવામાં આવ્યો હોવાનું જણાય છે, તેથી સ્પષ્ટ થાય છે કે દીપિકા કામ દરમિયાન કાચી કેરીની મજા લઇ રહી હતી.

આ પહેલા પણ દીપિકાની પ્રેગનન્સી અંગેના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ દીપિકાની તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. તે ઘણા સમયથી સોશ્યલ મીડિયાથી ગાયબ હતો પરંતુ યોગા ડે પર તેણે નવી પોસ્ટ શેર કરી હતી.