Political/ કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, આ મહાનુભાવો ઉતરશે મેદાનમાં…

કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, આ મહાનુભાવો ઉતરશે મેદાનમાં…

Gujarat Others Trending
લગ્ન 15 કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, આ મહાનુભાવો ઉતરશે મેદાનમાં...

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાયા બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગુજરાત સહીત નેશનલ લેવલના કેટલાક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ભરત સિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિત શક્તિસિંહ ગોહિલનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના તમામ પ્રચારકો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને ચૂંટણી મેદાનમાં ઉતરશે. શહેરી વિસ્તારમાં નવા ચહેરાઓને મેદાનમાં  ઉતારશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ