Not Set/ પીએમ મોદી – મૈક્રોએ ગંગા નદીમાં માણી નૌકાવિહારની મજા

મિર્ઝાપુર ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો અને પીએમ મોદી સોમવારે  મિર્ઝાપુર ખાતે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વારાણસી પહોંચ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા બાદ તેઓ અસ્સી ઘાટ પહોંચ્યા છે અને ત્યાં ગંગા નદીમાં નૌકાવિહારની મજા માની હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. Varanasi: PM Narendra […]

Top Stories
dd પીએમ મોદી - મૈક્રોએ ગંગા નદીમાં માણી નૌકાવિહારની મજા

મિર્ઝાપુર

ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો અને પીએમ મોદી સોમવારે  મિર્ઝાપુર ખાતે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વારાણસી પહોંચ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા બાદ તેઓ અસ્સી ઘાટ પહોંચ્યા છે અને ત્યાં ગંગા નદીમાં નૌકાવિહારની મજા માની હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગંગા નદી પરના અસ્સી ઘાટ પહોંચ્યા પહેલા તેઓ દિનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે હસ્તકલા સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ મિર્ઝાપુર ખાતે રાજ્યના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક સહિતના અન્ય રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મિર્ઝાપુરના દાદરકલામાં સ્થાપિત થયેલો સોલાર પ્લાન્ટ યુપીની સૌથી મોટો પ્લાન્ટ છે. ૭૫ મેગાવોટના આ સોલાર પ્લાન્ટના નિર્માણમાં લગભગ ૫૬૦ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. આ પ્લાન્ટ દ્વારા આગામી ભવિષ્યમાં પાંચ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
આ પ્લાન્ટની સ્થાપના ઉત્તરપ્રદેશના ન્યુ રિન્યુએબલ ઉર્જા વિકાસ એજન્સી અને ફ્રેંચ કંપની સોલાર ડાયરેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેજે ત્યારબાદ નેશનલ ગ્રિડ સાથે જોડવામાં આવશે.
આ પ્લાન્ટના નિર્માણ અંગે ઉર્જા મંત્રી બૃજેશ પાઠકે જણાવ્યું હતું કે, આ સોલાર પ્લાન્ટ ઉત્તર પ્રદેશ માટે એક આગવું ઉદાહરણ હશે. યુપી પ્રધાનમંત્રીની ઈચ્છા અનુસાર વૈકલ્પિક ઉર્જાના ઉત્પાદન કરવા માટે પૂરી રીતે લાગી ગયું છે અને મને આશા છે કે જે લક્ષ્ય અમને મળ્યો છે તેને ઝડપથી પ્રાપ્ત કરી લઈશું.
મહત્વનું છે કે, રવિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસ સમિટમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રવિવારે હૈદરાબાદ હાઉસ ખાતે મળેલી દ્વિપક્ષીય બેઠકમાં રક્ષા, વેપાર, અંતરિક્ષના ક્ષેત્રમાં ૧૪ મહત્વપૂર્ણ કરારો થયા હતા.