MUKESH AMBANI/ લિવરપૂલઃ મુકેશ અંબાણી ખરીદી શકે છે આ અગ્રણી ઇંગ્લીશ પ્રીમિયર ફૂટબોલ ક્લબ

મુકેશ અંબાણી ઇંગ્લીશ પ્રીમિયર ક્લબ લિવરપૂલને ખરીદવાની તૈયારીમાં છે. બધુ સમુસૂતરુ પાર પડ્યું તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇપીએલની મુંબઈ ફ્રેન્ચાઇઝીના માલિક મુકેશ અંબાણી લિવરપુલને તેના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોમાં સમાવશે.

Top Stories World Sports
Mukesh ambani 1 લિવરપૂલઃ મુકેશ અંબાણી ખરીદી શકે છે આ અગ્રણી ઇંગ્લીશ પ્રીમિયર ફૂટબોલ ક્લબ

વિશ્વના અગ્રણી ધનિકોમાં સ્થાન પામતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance industries) માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) વધુ એક ધડાકો કરવાની તૈયારીમાં છે. આ ધડાકો રિલાયન્સ જિયો (Jio) કે બીજા કોઈ સેક્ટરમાં નહી પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે થવાનો છે. મુકેશ અંબાણી ઇંગ્લીશ પ્રીમિયર (EPL) ક્લબ લિવરપૂલને (Liverpool) ખરીદવાની તૈયારીમાં છે. બધુ સમુસૂતરુ પાર પડ્યું તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇપીએલની (IPL) મુંબઈ ફ્રેન્ચાઇઝીના (Mumbai franchizee) માલિક મુકેશ અંબાણી લિવરપુલને તેના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોમાં સમાવશે.
મુકેશ અંબાણીએ દાયકા પહેલા પણ લિવરપુલ ખરીદવા માટેની તૈયારી બતાવી હતી, પણ તે સમયે તેઓ લિવરપૂલને ભાગીદારીમાં ખરીદવાના હતા. લિવરપૂલના વર્તમાન માલિક ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ (એફએસજી) તેને વેચવા માંગે છે. ગ્રુપે તેની કિંમત ચાર અબજ પાઉન્ડ (40,000 કરોડ રૂપિયા) નક્કી કરી છે. જો કે આ ક્લબને ખરીદવા માટે અંબાણીએ મધ્યપૂર્વના આરબો અને અમેરિકન ધનપતિઓનો સામનો કરવો પડી શકે તેમ છે. પણ આ જો અંબાણી આ ડીલ પૂરી કરશે તો ભારત જ નહી પણ સમગ્ર વિશ્વમાં તેમનો મોટો ડંકો વાગી જશે.
મુકેશ અંબાણીનો સ્પોર્ટ્સ પ્રેમ જાણીતો છે. તેમના આગ્રહના લીધે જ 1987નો ક્રિકેટ વર્લ્ડ કપ ધીરુભાઈ અંબાણીએ સ્પોન્સર કર્યો હતો. તેઓ હવે સ્પોર્ટ્સ સેક્ટરમાં ફેલાવો કરી રહ્યા છે. આમ રિલાયન્સ સ્પોર્ટ્સ એસેટ્સ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેની પોતાની માલિકીની આઇપીએલ ટીમ છે, આ ઉપરાંત તેમણે ઇન્ડિયન સુપર લીગ દ્વારા ભારતમાં ફૂટબોલના ફેલાવવામાં મદદ કરી છે. હવે જો લિવરપૂલ જેવી મોટી ફૂટબોલ ક્લબની માલિકી રિલાયન્સના હાથમાં આવે તો ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતાને વેગ મળી શકે છે.