Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, ડોર ટુ ડોર પ્રચાર શરૂ

સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજ્યની 6 મ્યુનિ. કોર્પોરેશનની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ રહ્યા છે. કોરોના કાળ, હાલ પ્રમાણમાં નિયંત્રણમાં દેખાતી સ્થિતિ વચ્ચે રાજકીય મેળાવડા સહિતના સંજોગોમાં

Top Stories
bjp congress aap સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, ડોર ટુ ડોર પ્રચાર શરૂ

સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ રહ્યા છે. કોરોના કાળ, હાલ પ્રમાણમાં નિયંત્રણમાં દેખાતી સ્થિતિ વચ્ચે રાજકીય મેળાવડા સહિતના સંજોગોમાં મતદારોનો નિરૂત્સાહ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને અકળાવી રહ્યો છે.આજે સાંજે પ્રચાર ભૂંગળા બંધ થયા હતા એટલે ઉમેદવારો શનિવારે રાત્રી સુધી ખાનગીમાં અને ગ્રુપમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. . રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી રાજકોટ, જામનગર, ભાવનગરમાં મતદાન થશે.મતદાન આડે કલાકો જ બાકી છે ત્યારે હવે પ્રચાર માટે ઉમેદવારો દ્વારા તમામ વિસ્તારો કવર કરવા તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે.

MP / આ જગ્યા પર મચ્છરોએ કરી MPના CM શિવરાજની ઉંઘહરામ, એન્જિનિયર સસ્પેન્ડ

જો કે કોરોનાના કારણે પણ હજુ મતદારોના મતદાન ઉપર અસર પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આજે શુક્રવારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકિય પક્ષો પ્રચારમાં છેલ્લી ઘડીના પ્રયાસોમાં જોર લગાવી ચુક્યું છે જ્યારે હવે 6 વાગ્યા પછી પ્રચાર બંધ થયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે 88 ટકા હથિયારો એટલે 15 હજાર હથિયાર જમા થયા છે. તેમજ પ્રચારમાં પણ કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી થઇ શકે છે. 6 વાગ્યા પછી પ્રચારના પડઘમ શાંત કરવા પડશે. તેમજ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકાશે.જે અન્વયે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ મહાપાલિકાના કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તેમજ સત્તા પક્ષ અને વિરોધ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

અરવલ્લી / જીલ્લા પોલીસવડાની કચેરીમાં જ પોલીસનો દારૂનો વેપાર..? LCB એ ઝડપેલા દારૂની હેરાફેરી

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની 18 વોર્ડની 72 બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાવાની છે. ભાજપ 7ર અને કોંગ્રેસ 70 બેઠક પર ચૂંટણી લડે છે. તો ‘આપ’ પણ ત્રીજો વિકલ્પ આપવા પ્રચાર કરે છે. રાજકોટમાં પણ ચૂંટણી પ્રચાર બહુ ન જામતા અને લોકો શકય હોય ત્યાં સુધી ટોળાથી દૂર રહેતા રાજકીય પક્ષો અસમંજસમાં છે. આજે સાંજ સુધી તમામ ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધીનો લોકસંપર્ક કરી લીધો હતો. હવે શનિવારે રાત્રી સુધી ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક જાળવી રાખશે.

Baba Ramdev / કેન્દ્રીયમંત્રી ડો.હર્ષવર્ધન અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં બાબા રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…