Not Set/ ગુજરાતમાં વિવિધ સ્થળે સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર…

ગુજરાતમાં વિવિધ સ્થળે સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર…

Gujarat Others
morbi papar mill 13 ગુજરાતમાં વિવિધ સ્થળે સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર...

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની મૌસમ પુર બહારમાં ખીલી છે. રાજ્યની 6 મહાનગર પાલિકા માટે ફોર્મ ભરાઈ ચુક્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મ ભરાવવાનું ચાલુ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર તમામ પક્ષના લોકો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ હવે જનતા જનાર્દન છે. અને જાગૃત પણ બની છે. પોતાનું હીત અને અહિત સારી રીતે સમજી શકે છે. અને પોતાના હક્ક માટે વધુ જાગૃત બનતી જનતા આજે રાજકીય નેતાઓ અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરી રહી છે. ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ

અમદાવાદા માં પણ સ્થાનિકો દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદના મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. Aimim ના સમર્થકો દ્વારા ઔવેસીની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રચાર સરઘસ દરમ્યાન જ વિરોધ થયો હતો. Aimim અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રજાના કામ ન કરતા હોવાના ઉમેદવારો પર આરોપ મુકવામાં આવ્યા છે.

મહીસાગર

મહીસાગરના ખાનપુરમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બાકોર ગામ લોકો દ્વારા રસ્તા અને પાણીની માંગ પૂરી નહિ થતી હોવાની સરકારને રજુઆત કરવા છતાં કામ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો દ્વારા તા. પંચાયત અને જી.પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છ

ભુજના દેશલપરમાં પણ ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ગામની જમીન તંત્રએ ટ્રસ્ટને ફાળવતા વિરોધ નોધાવ્યો છે. ફાળવણી રદ નહીં કરાયતો ચૂંટણી બહિષ્કારની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનો દ્વારા ગામમાં વિવિધ જગ્યા એ ચૂંટણીના બહિષ્કાર કરવા અંગેના પોસ્ટરો લગાવ્યા છે. જમીન મુદ્દે અગાઉ ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

સુરત

સુરતમાં ભાજપના ચૂંટણી પ્રચાર સમયે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. સુરત મનપામાં ભાજપનું શાસન છે. પરંતુ પ્રજાલક્ષી કામો નહિ થતા હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે.  વોર્ડ નં24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉધનાના જલારામ નગર ના રહીશો દ્વારા નગરસેવકો દ્વારા કોઈ કામ ન કરાયા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારના પ્રચારના પેમ્પ્લેટ ફાડી લોકોએ વિરોધ નોધાવ્યો હતો.

રાજકોટ

મુખ્યમંત્રી ના ગઢ એવા રાજકોટ માં પણ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના બહિષ્કારનો મામલો સામે આવ્યો છે. ભાજપની સત્તા હોવા છતાય નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ ની માંગ પૂરી નહિ થતા સ્થાનિકો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે. કાલાવડ વોર્ડ નંબર 11ના રહીશોએ બેનરો લગાવી પ્રાથમિક સુવિધાની માગ પૂર્ણ ન થતાં ચૂંટણી કાર્યનો બહિષ્કાર  કર્યો છે. રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીંના બેનર લગાવવામાં આવ્યા છે.

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ