Not Set/ લોકસભા/ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું – “હું ઘુસણખોર નહીંં, પરંતુ તેનો બાપ છું”

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે લોકસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સીએએ પણ નાગરિકત્વ આપે છે અને લે છે. લોકસભામાં સાંસદના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઓવૈસીએ કહ્યું હતું કે આસામમાં પાંચ લાખ મુસ્લિમોનાં નામ નથી આવ્યા, પરંતુ આસામનાં બંગાળી હિન્દુઓ નાગરિકત્વ […]

Top Stories India
aa લોકસભા/ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું - "હું ઘુસણખોર નહીંં, પરંતુ તેનો બાપ છું"

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે લોકસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સીએએ પણ નાગરિકત્વ આપે છે અને લે છે.

લોકસભામાં સાંસદના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઓવૈસીએ કહ્યું હતું કે આસામમાં પાંચ લાખ મુસ્લિમોનાં નામ નથી આવ્યા, પરંતુ આસામનાં બંગાળી હિન્દુઓ નાગરિકત્વ ઇચ્છે છે. તેમણે વધુમાં કહ્યું કે હું ઘુસણખોર નથી, પરંતુ ઘુસણખોરોનો પિતા છું. એનપીઆર અને એનઆરસી સમાન છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સુધારો કાયદા અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પડકાર આપ્યો હતો. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સીએએએ પર ચર્ચા પડકાર ફેંકતા કહ્યું હતું કે તે અખિલેશ, રાહુલ અને મમતાને ચર્ચા માટે પડકારે છે, તો તેઓ મારી સાથે કેમ ચર્ચા નથી કરી રહ્યા. 

અમિત શાહે લખનઉમાં એક રેલી દરમિયાન નાગરિકત્વ કાયદા અંગેની ચર્ચા માટે ખુલ્લેઆમ પડકાર ફેક્યો હતો. ઓવૈસીએ કરીમનગરમાં જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું કે તેઓ નાગરિકત્વ કાયદા, એનપીઆર અને એનઆરસી પર ચર્ચા કરવા તૈયાર છે. તેણે કહ્યું કે તમારે મારી સાથે દલીલ કરવી જોઈએ. શા માટે તેમની સાથે દલીલ કરો છો? ચર્ચા દાઢીવાળા માણસ સાથે હોવી જોઈએ. હું સીએએ, એનપીઆર અને એનઆરસી પર ચર્ચા કરી શકું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.