Politics/ લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

લોકસભાની ચૂંટણી (Loksabha Election)પહેલા રાજકારણમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે આજે વડોદરા ડેરી ડાયરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કરશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 29T095215.739 લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

Vadodara News: લોકસભાની ચૂંટણી (Loksabha Election)પહેલા રાજકારણમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે આજે વડોદરા ડેરી ડાયરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કરશે.

WhatsApp Image 2024 01 29 at 9.52.52 AM લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

આજે વડોદરા ડેરી ડાયરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે. તેઓ કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના હસ્તે ખેસ પહેરશે. આ પહેલા પૂર્વ ધારાસભ્યો, વિરોધ પક્ષના સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા.

WhatsApp Image 2024 01 29 at 9.53.01 AM લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પહેલા ભાજપમાં જીલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતા અને જીલ્લા પંચાયતમાં પક્ષને વિજયી બનાવ્યો હતો. બાદમાં કોંગ્રેસમાંથી ડભોઈના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ સેવા આપી હતી. તેમજ વડોદરા ડેરી ડાયરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાંથી સાવલી વિધાનસભામાં ચૂંટણી લડી હતી. તો આ વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે. બાદમાં કાર્યકરો સાથે શક્તિપ્રદર્શન કરશે.

છેલ્લા 1 સપ્તાહમાં ઘણા વિપક્ષના નેતાઓએ કેસરિયો ધારણ કરી પક્ષ સાથે નાતો જોડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું

આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા

આ પણ વાંચો:પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ