Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી 2024 Live: 5 વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં…….

Top Stories India Breaking News
WhatsApp Image 2024 05 31 at 10.15.51 PM લોકસભા ચૂંટણી 2024 Live: 5 વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન

Loksabha Election Live: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને ઉત્તરપ્રદેશની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં પણ અનેક હાઈપ્રોફાઈલ નેતાઓનું ભાવિ દાવ પર છે. જેમાં હમીરપુરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પાટલીપુત્રથી લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી અભિનેત્રી કંગના રનૌતનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ 57 બેઠકો માટે 904 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વારાણસી સીટનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય સાથે થશે. અજય રાયે 2014 અને 2019માં પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી પણ લડી છે. બંને વખત અજય રાય ત્રીજા સ્થાને હતા.

વારાણસીમાં બીએસપી તરફથી અથર જમાલ લારી, યુગ તુલસી પાર્ટીના કોલિસેટ્ટી શિવ કુમાર, અપના દળ (કમેરવાડી)ના ગગન પ્રકાશ યાદવ પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી પણ મેદાનમાં છે.

LIVE Loksabha Election Phase 7

5:52 PM સાંજે 5 વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન

બિહાર 48.86 ટકા

ચંદીગઢ 62.80 ટકા

હિમાચલ પ્રદેશ 66.56 ટકા

ઝારખંડ 67.95 ટકા

ઓડિશા 62.46 ટકા

પંજાબ 55.20 ટકા

ઉત્તર પ્રદેશ 54.00 ટકા

પશ્ચિમ બંગાળ 69.89 ટકા

4:45 PM મમતા બેનર્જીએ મતદાન કર્યુ

કલકત્તામાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વોટ આપ્યો છે. મતદાન બાદ વિક્ટરી દર્શાવતા નજરે પડ્યા છે.

3:53 PM બપોરે 3 વાગ્યા સુધીમાં 49.68 ટકા મતદાન

બિહાર 42.95 ટકા

ચંદીગઢ 52.61 ટકા

હિમાચલ પ્રદેશ 58.41 ટકા

ઝારખંડ 60.14 ટકા

ઓડિશા 49.77 ટકા

પંજાબ 46.38 ટકા

ઉત્તર પ્રદેશ 46.83 ટકા

પશ્ચિમ બંગાળ 58.46 ટકા

1:59 PM લોકેશ ચેટર્જીએ મતદાન કર્યુ

પશ્ચિમ બંગાળમાં હુગલી લોકસભા બેઠક પરથી લોકેશ ચેટર્જીએ સાતમા તબક્કામાં મતદાન કર્યુ છે.

1:54 PM બપોરે 1 વાગ્યા સુધીમાં 40.09 ટકા મતદાન

બિહાર 35.65 ટકા

ચંદીગઢ 40.14 ટકા

હિમાચલ પ્રદેશ 48.63 ટકા

ઝારખંડ 46.80 ટકા

ઓડિશા 37.64 ટકા

પંજાબ 37.80 ટકા

ઉત્તર પ્રદેશ 39.31 ટકા

પશ્ચિમ બંગાળ 45.07 ટકા

1:20 PM સમાયરા સંધુએ મતદાન કર્યુ

અભિનેત્રી સમાયરા સંધુએ ચંદીગઢમાં વોટ આપ્યો છે.

1:15 PM કિરન ખેરે વોટ આપ્યો

ભાજપ સાંસદ કિરન ખેરે ચંદીગઢમાં મતદાન કર્યુ છે.

12:50 PM આયુષ્યમાન ખુરાનાએ મતદાન કર્યુ

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ચંદીગઢમાં મતદાન કર્યુ છે. ચંદીગઢમાં વધુ મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

12:40 PM મતદાન વધારવા નવતર પ્રયોગ

ઉત્રપ્રદેશમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા એક મતદાર કુશીનગરમાં મતદાન કેન્દ્રએ ઘોડા પર સવારી કરીને મત આપવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે,  વિધાનસભાની 2021,2027,2022 અને લોકસભા બેઠકની 2014 અને 2019માં આ રીતે મતદાન કરવા પહોંચ્યા હતા.

12:20 PM તેજસ્વી યાદવે મતદાન કર્યુ

આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવે પટનામાં મતદાન કર્યુ છે.

12:05 PM વિક્રમાદિત્ય સિંઘે મતદાન કર્યુ

હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે મતદાન કર્યુ છે. તેમણે કહ્યું કે, આપણે મંડીના વિકાસ માટે કામ કરવાનું છે. આશા રાખું છું, મંડીના લોકો આશીર્વાદ આપશે.

12:02 PM મીસા ભારતીએ મતદાન કર્યુ 

બિહારમાં RJD ઉમેદવાર અને પાટલીપુત્ર લોકસભા બેઠક પરથી મીસા ભારતીએ પટનામાં મતદાન કર્યુ છે.

11:58 AM 11 વાગ્યા સુધીમાં 26.30 ટકા મતદાન

પંજાબ- 23.91 ટકા

ઉત્તર પ્રદેશ-28.02 ટકા

પશ્ચિમ બંગાળ-28.10 ટકા

હિમાચલ પ્રદેશ-31.92 ટકા

બિહાર- 24.25 ટકા

ઓડિશા-22.64 ટકા

ઝારખંડ- 29.55 ટકા

ચંદીગઢ- 25.03 ટકા

11:38 AM જયરામ ઠાકુરે વોટ આપ્યો

હિમાચલ પ્રદેશમાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ઉમેદવાર જયરામ ઠાકુરે મંડીમાં મતદાન કર્યું છે.

11:30 AM સુખવિંદર સુક્ખુએ વોટ આપ્યો

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ મતદાન કર્યુ છે.

11:05 AM હરસિમ્રતકોરે મતદાન કર્યુ

પંજાબમાં શિરોમણી અકાલી દળના નેતા હરસિમ્રત કોરે ફિરોજપુર લોકસભા બેઠક પરથી મતદાન કર્યુ.

11:00 AM પ્રતાપ સિંહ બાજવાએ મત આપ્યો

કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવા પોતાનો મત આપવા ગુરુદાસપુર પહોંચ્યા છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પંજાબના 70 ટકા લોકો ગામડાઓમાં રહે છે અને મોદીને વોટ આપવા માંગતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને મત આપવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરીને કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ પણ કરી હતી.

10:21 AM આર્મીના જવાનોએ મતદાન કર્યુ

9:55 AM 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા મતદાન

પંજાબ- 9.64 ટકા

ઉત્તર પ્રદેશ-12.94 ટકા

પશ્ચિમ બંગાળ-12.64 ટકા

હિમાચલ પ્રદેશ-14.35 ટકા

બિહાર- 10.58 ટકા

ઓડિશા-7.69 ટકા

ઝારખંડ- 12.15 ટકા

ચંદીગઢ- 11.1 ટકા

9:30 AM EVM નદીમાં… 

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઇમાં ભીડે  EVM અને VVPAT મશીનને તળાવમાં ફેંકી દીધું હતું. માહિતી અનુસાર મતદારોને TMC સમર્થકોએ ધમકી આપી હતી, પરિણામે લોકો ગુસ્સે ભરાયા હતા અને EVMને ઉપાડીને તળાવમાં ફેંકી દીધું હતું. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશ્નરે આ મામલે પુષ્ટિ કરી છે. સેક્શન ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
<

blockquote class=”twitter-tweet”>

9:14 AM કંગના રનૌતે મતદાન કર્યુ

હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપ ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યુ છે. તેમની વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્સ સિંહ મેદાને છે. કંગના રનૌતે મતદારોને મત આપવાની અપીલ કરી છે. લોકશાહીના તહેવારમાં સૌ ભાગ લે તેવી અપીલ કરી છે.
<

blockquote class=”twitter-tweet”>

8:52 AM ભગવંત માને મતદાન કર્યુ

પંજાબના મુખ્યમંત્રી અને આપના ઉમેદવાર ભગવંત માન પત્ની ગુરપ્રીત કૌર સાથે પંજાબની સંગરૂર લોકસભા બેઠક પરથી મતદાન કર્યુ છે.

8:49 AM મંત્રી રવિ શંકરે મતદાન કર્યુ

ભાજપ સાંસદ અને ઉમેદવાર રવિ શંકર પ્રસાદે પટનામાં મતદાન કરી જણાવ્યું કે, મેં વિકસિત ભારત માટે મતદાન કર્યું છે, સૌ મતદાદરોને મતદાન કરવાની અપીલ કરૂ છું.

 

8:33 AM અજય રાયે ઈન્ડિ ગઠબંધન જીતશે- વિશ્વાસ વ્યક્ત કર્યો

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વડા વારાણસી બેઠકના ઉમેદવાર અજય રાયે મતદાન દરમિયાન કહ્યું, બધા વેપારીઓ જીએસટીના કારણે નારાજ છે. ભાજપનો સફાયો થવાનો છે. અપના દળ, બસપા અમારી સાથે જોડાઈ જશે. તેમની વિરૂદ્ધ વડાપ્રધાન અને ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બસપાના ઉમેદવાર અથર અમલ જારી મેદાને છે.

8:26 AM સિક્કિમના ગવર્નરે મત આપ્યો

ઉત્તર પ્રદેશમાં સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ વારાણસીમાં મત આપ્યો છે. તેમણે મતદાન કરવાની નાગરિકોને અપીલ કરી છે. કહ્યું કે, બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કર્યો છે.

8:25 AM અનુરાગ ઠાકુરે વોટ આપ્યો

હમીરપુરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર અનુરાગ ઠાકુરે પત્ની સાથે મતદાન કેન્દ્ર પહોંચી મત આપ્યો છે. કોંગ્રેસે તેમની વિરૂદ્ધ સતપાલ સિંહ રાયજાદાને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.

8:19 AM લાલુ પ્રસાદ યાદવે પરિવાર સાથે વોટ આપ્યો

બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પત્ની રાબડી દેવી અને પુત્રી રોહિણી આચાર્ય (સારણ લોકસભા બેઠકના ઉમેદવાર)એ પટનામાં મતદાન કર્યું.

8:11 AM સંદેશખલીના લોકો અમારી સાથે છે: રેખા પાત્રા

બસીરહાટ લોકસભા સીટના ભાજપ ઉમેદવાર રેખા પાત્રાએ કહ્યું, ‘અમે 2011થી મતદાન કરી શક્યા નથી, પરંતુ આજે અમે પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ કે અમે મતદાન કરી શકીશું… ભગવાન અમારી સાથે છે… સંદેશખાલીના લોકો અમે સાથે છીએ, માત્ર સંદેશખાલી જ નહીં પરંતુ બસીરહાટનો દરેક પરિવાર અમારો પરિવાર છે અને અમે તેમની સાથે છીએ, મને પૂરો વિશ્વાસ છે કે તેઓ પણ અમને સાથ આપશે.

8:03 AM મિથુન ચક્રવર્તીએ વોટ આપ્યો

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીએ કલકત્તામાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું, હું ભાજપ નેતા છું અને મેં મારૂ કર્તવ્ય પૂર્ણ કર્યુ છે.

8:00 AM સુખજીંદર સિંહ રંધાવાએ મત આપ્યો

ગુરૂદાસપુર લોકસભા બેઠક અને કોંગ્રેસ ઉમેદવાર સુખજીંદરસિંહ રંધાવાએ મતદાન કર્યુ છે. તેમની સામે ભાજપના દિનેશ સિંઘ અને આપના અમનશેર સિંઘ ચૂંટણી મેદાને છે.

7:51 AM રવિ કિશને મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રવિ કિશને પત્ની પ્રીતિ કિશન સાથે વોટ આપ્યો છે.

7:44 AM હરભજનસિંહે મતદાન કર્યુ

પૂર્વ ક્રિકેટર અને આપ રાજ્યસભા સાંસદ હરભજન સિંહે જલંધરમાં મતદાન કર્યું છે. તેમજ મતદારોને વોટ કરવા આગળ આવવા અપીલ કરી છે.

7:42 AM ઓમ પ્રકાશે મતદાન કરવાની અપીલ કરી

SBSP અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશનાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરે બલિયામાં મતદાન કરી સૌને મત આપવાની અપીલ કરી છે.

7:25 AM તરનજીત સિંહ સંધુએ મતદાન કર્યુ

ભૂતપૂર્વ રાજદ્વારી અને અમૃતસર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર તરનજીત સિંહ સંધુએ મતવિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેમની વિરૂદ્ધ કોંગ્રેસના સાંસદ અને ઉમેદવાર ગુરજીત સિંહ ઔજલા, AAPના કુલદીપ સિંહ ધાલીવાલ અને SADના અનિલ જોશી ઊભા છે.

7:18 AM અફઝલ અન્સારીએ વોટ આપ્યો

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ગાઝીપુર લોકસભા બેઠકથી અફઝલ અન્સારીએ મતદાન કર્યુ છે. તેમની વિરૂદ્ધ ભાજપના પારસ નાથ અને બસપાના ઉમેશ કુમાર સિંઘ છે.

7:16 AM યોગી આદિત્યનાથે મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા બેઠક પરથી મતદાન કર્યું છે. ગોરખપુર બેઠક પર ભાજપના રવિ કિશન, સપાના કાજલ નિષાદ અને બસપાના જાવેદ અશરફ વચ્ચે જંગ છેડાશે.

7:15 AM રાઘવ ચઢ્ઢાએ વોટ આપ્યો

આપ મંત્રી અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબના આનંદપુર સાહિબ લોકસભા બેઠક પર મતદાન કર્યુ છે.

7:15 AM PMએ મતદાન કરવાની અપીલ કરી

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “આજે 2024ની લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો છે… હું આશા રાખું છું કે યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આપણે સાથે મળીને, આપણી લોકશાહીને વધુ ગતિશીલ અને સહભાગી બનાવીએ.”

7:05 AM BJP અધ્યક્ષે મતદાન કર્યુ

ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને તેમની પત્ની મલ્લિકા નડ્ડાએ હિમાચલ પ્રદેશમાં મતદાન કર્યું છે.

બિલાસપુરમાં મતદાન પહેલા મંદિરમાં પૂજા કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઝડપથી ગરમ થતી દુનિયા, ભારતમાં જીવલેણ ગરમી, ગરમીથી થતાં મોતના આંકડા

આ પણ વાંચો: ડેઝર્ટ કૂલર, ફ્રૂટ આઈસ બોલ… ભીષણ ગરમીમાં ઝૂમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો: પૂર્વ PMના પૌત્ર પ્રજ્વલ રેવન્ના જેલમાંથી ચૂંટણી પરિણામો જોશે