Not Set/ ભાજપ આગામી રવિવારે જાહેર કરી શકે છે ચૂંટણી ઢંઢેરો, જાણો ક્યાં મુદ્દાને મળશે પ્રાધાન્ય

નવી દિલ્હી, કોંગ્રેસે મંગળવારના રોજ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ત્યારે બીજી તરફ ભાજપ નવરાત્રાના શુભ દિવસે એટલે કે રવિવારના રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પાર્ટીએ તેને ‘સંકલ્પ પત્ર’ નામ આપ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બનેલી 20 સભ્યોની ટીમ તેને તૈયાર કરી રહી છે. ભાજપના […]

Top Stories Politics
BJP logo 2 ભાજપ આગામી રવિવારે જાહેર કરી શકે છે ચૂંટણી ઢંઢેરો, જાણો ક્યાં મુદ્દાને મળશે પ્રાધાન્ય

નવી દિલ્હી,

કોંગ્રેસે મંગળવારના રોજ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ત્યારે બીજી તરફ ભાજપ નવરાત્રાના શુભ દિવસે એટલે કે રવિવારના રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બનેલી 20 સભ્યોની ટીમ તેને તૈયાર કરી રહી છે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ રહેશે. તે સિવાય તેમાં દેશને આગામી પાંચ વર્ષમાં પ્રગતિ તરફ લઇ જવાના પાર્ટીના વિઝનને પણ જોઇ શકાશે. જે પ્રકારે કોંગ્રેસે તેને ચૂંટણી ઢંઢેરામાં ગરીબો માટે ન્યૂનતમ આવક જેવી યોજના લાગુ કરવાનો વાયદો કર્યો છે ત્યારે તેની સામે ભાજપ પણ કોઇ મજબૂત યોજનાના વાયદો આપે તેવું લાગી રહ્યું છે.

ખેડૂતો માટે વિશેષ જોગવાઇ ભાજપના સંકલ્પ પત્રનો ખાસ હિસ્સો બની શકે છે. તદુપરાંત લોકોની એ વાતમાં પણ રુચિ રહેશે કે પાર્ટી અયોધ્યામાં રામ મંદિર નિર્માણને પોતાના ઘોષણા પત્રનો હિસ્સો બનાવે છે કે નહીં. કારણ કે અગાઉ આ મુદ્દાને લઇને પક્ષમાં આંતર કલહની સ્થિતિ જોવા મળી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત 2 ફેબ્રુઆરીના રોજ સંકલ્પ પત્રને લોન્ચ કરવા માટે એક સારી શરૂઆત કરી હતી. જે અંતર્ગત દેશનો કોઇપણ નાગરિક નમો એપ, પત્ર, ઇમેલ, વ્હોટ્સએપ કે એક ફોર્મ ભરીને કોઇપણ મુદ્દા પર તેના સૂચનો રજૂ કરી શકે છે. દેશના નાગરિકો પાસેથી મળેલા સૂચનો તેના ઘોષણા પત્રનો મહત્વનો ભાગ બની રહેશે તેવું પાર્ટીએ કહ્યું હતું.