Not Set/ મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદન પર કોંગ્રેસની ફરિયાદ

વડોદરા, વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદના મામલે કોંગ્રેસે વડોદરા બેઠકના ઓબ્ઝર્વરને ફરિયાદ કરી છે.કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈત્રાને ફરિયાદ કરી છે. કોંગ્રેસની ફરિયાદ છેકે મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. મધુ શ્રીવાસ્તવ હંમેશા પોતાના વાણી વિલાસના કારણે વિવાદમાં સપડાતા આવ્યા છે, જોકે તેમની સામે કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો […]

Top Stories Gujarat Vadodara
baha 9 મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદન પર કોંગ્રેસની ફરિયાદ

વડોદરા,

વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદના મામલે કોંગ્રેસે વડોદરા બેઠકના ઓબ્ઝર્વરને ફરિયાદ કરી છે.કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈત્રાને ફરિયાદ કરી છે. કોંગ્રેસની ફરિયાદ છેકે મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. મધુ શ્રીવાસ્તવ હંમેશા પોતાના વાણી વિલાસના કારણે વિવાદમાં સપડાતા આવ્યા છે, જોકે તેમની સામે કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય અને મધુ શ્રીવાસ્તવને ચૂંટણી સુધી વડોદરા બેઠકથી દુર કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.