Not Set/ સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે આજે મુલાકાત કરી શકે છે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતથી મુકાલકત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે વડા પ્રધાન મોદી નાગપુર સ્થિત સંઘ વડામથક પહોંચશે. જ્યાં તેઓ વિવિધ મુદ્દા પર તેઓ સાથે ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણીના 23 મે ના રોજ આવનારા પરિણામો પહેલાં યોજાયેલી આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. […]

Top Stories India
yyyh 1 સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે આજે મુલાકાત કરી શકે છે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતથી મુકાલકત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે વડા પ્રધાન મોદી નાગપુર સ્થિત સંઘ વડામથક પહોંચશે. જ્યાં તેઓ વિવિધ મુદ્દા પર તેઓ સાથે ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણીના 23 મે ના રોજ આવનારા પરિણામો પહેલાં યોજાયેલી આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પીએમ મોદીનો છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ સંઘ મુખ્યાલયનો પ્રવાસ હશે. એવી અટકળો લગાવામાં આવી રહી છે કે એનડીએની પૂર્ણ બહુમતી નહીં મેળવ્યાના કિસ્સામાં સંઘ વડાપ્રધાન પદ માટે મોદીની જગ્યાએ બીજા નેતાનું નામ પ્રસ્તાવિત કરી શકે છે. આવા સંજોગોમાં, ભાગવત સાથે મોદીની બેઠકને તેમના આશીર્વાદ અને વડાપ્રધાન પદ માટે સમર્થન મેળવાના તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, મોદીએ સંઘ મુખ્યાલયથી દૂર બનાવી રાખી છે અને નાગપુર પ્રવાસથી બચતા રહ્યા છે.

બીજેપીના નાગપુર એકમના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, એવી ધારણા છે કે પક્ષ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર પરત આવશે, પરંતુ એક આશંકે એવી પણ છે કે બહુમતી ન મળવાની પરિસ્થિતિમાં સંઘ મોદીને સાઈડલાઈન કરી શકે છે. આખરે, ભાજપની ભાગદોડ અપ્રત્યક્ષ રૂપથી સંઘના હાથમાં જ છે. બંને નેતાઓ વચ્ચેની મીટિંગ દરમિયાન, સરકાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની ઉમ્મીદ છે.