Not Set/ લોકસભા ચૂંટણી 2019: આજે પ્રથમ તબક્કાનું મતદાન, 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે થશે મતદાન, 1279 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણી 2019 નો મહાસંગ્રામ આ વખતે કુલ 7 તબક્કામાં યોજાનાર છે ત્યારે આજે એટલે કે 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન કુલ 20 રાજ્યોમાં 91 લોકસભા અથવા સંસદીય મતવિસ્તારમાં યોજવામાં આવશે. 2014ની લોકસભા ચૂંટણીમાં આ 91 બેઠકો પરથી ભાજપે 32 અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત હાંસલ કરી […]

Top Stories India
Indian voters લોકસભા ચૂંટણી 2019: આજે પ્રથમ તબક્કાનું મતદાન, 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે થશે મતદાન, 1279 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણી 2019 નો મહાસંગ્રામ આ વખતે કુલ 7 તબક્કામાં યોજાનાર છે ત્યારે આજે એટલે કે 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન કુલ 20 રાજ્યોમાં 91 લોકસભા અથવા સંસદીય મતવિસ્તારમાં યોજવામાં આવશે. 2014ની લોકસભા ચૂંટણીમાં આ 91 બેઠકો પરથી ભાજપે 32 અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠકોમાંથી 7 તેમજ કોંગ્રેસે કુલ 55 બેઠકો પર જીત હાંસલ કરી હતી.

પ્રથમ તબક્કામાં કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 89 મહિલા છે. જે આ વખતની ચૂંટણીનું મહત્વનું પાસુ રહેશે. તે ઉપરાંત 32 ટકા ઉમેદવારો એવા છે જે કરોડપતિ છે. તે ઉપરાંત 49 ટકા ઉમેદવાર સ્નાતકો છે. આ રીતે આ વખતની ચૂંટણી રસાકસીભર્યો જંગ બની રહેશે તે ચોક્કસ છે.

પહેલા તબક્કાના મતદાનમાં નિતિન ગડકરી, ચૌધરી અજિત સિંહ, વી.કે. સિંહ, જયંત ચોધરી સહિતના દિગ્ગજ નેતાઓના ભાગ્યનો ફેંસલો થશે.

પહેલા તબક્કામાં 20 રાજ્ય અને 91 બેઠક પર મતદાન

પહેલા ચરણમાં 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે મતદારો તેનો કિંમતી મત આપીને દેશના ભાવિનો ફેંસલો કરશે. તેમાં આંધ્રપ્રદેશની પ્રત્યેક 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. તે સિવાય અસમની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, જમ્મુ કાશ્મીરની બે, મહારાષ્ટ્રની સાત, મણિપુરની બે, મેઘાલયની બે, નાગાલેન્ડ-મિઝોરમની એક-એક, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્વિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થશે.

પહેલા ચરણમાં આ બેઠકો પર થશે મતદાન

ઉત્તર પ્રદેશ – સહરાનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાજિયાબાદ અને ગૌતમ બુદ્વ નગર

ઉત્તરાખંડ – ટિહરી ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ, ઉધમસિંહ નગર, હરિદ્વાર

આંધ્રપ્રદેશ – અમલાપુરમ, નંદયાલ, અનકાપલ્લી, નરસપુરમ, અનંતપુર, નરસરાવપેટ, અરકુ, નેલ્લોર, બાપત્લા, ઓંગોલ, ચિત્તુર, રાજમુંદરી, એલરુ, રાજામપેટ, ગુટૂંર, શ્રીકાકુલમ, હિંદુપુર, તિરુપતિ, કડપા, વિજયવાડા, કાકીનાડા, વિશાખાપટનમ, કર્નૂલ, વિજયનગરમ, મછલીપટ્ટનમ

અરુણાચલ – અરુણાચલ પશ્વિમ, અરુણચાલ પૂર્વ

અસમ – તેજપુર, કલિયાબોર, જોરહટ, ડિબ્રુગઢ, લખીમપુર

બિહાર – ઔરંગાબાદ, ગયા, નવાદા, જમુઇ

છત્તીસગઢ – બસ્તર,

જમ્મુ કાશ્મીર – બારામૂલા, જમ્મુ અને મહારાષ્ટ્ર – વર્ધા, રામટેક, નાગપુર, ભંડારા – ગોંદિયા, ગઢચિરૌલી –ચિમૂર, ચંદ્રપુર, યવતમાલ-વાશિમ, મણિપુર, મેઘાલયના શિલાંગ, તુરા અને મિઝોરમ, નાગાલેનડ્, ઓડિશા – કાલાહાંડી, નબરંગપુર, બેહરામપુર, કોરાપુટ અને સિક્કિમ બેઠકો માટે થશે મતદાન.

તેલગાંણા – અદિલાબાદ, વારંગલ, નાલગોંડા, મેઢક, જાહિરાબાદ, કરીમનગર, મહબુબાબાદ, ચેવેલ્લા, નિઝામાબાદ, મલ્કાજગિરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, નગરકુરનૂલ, ભોંગિર, ખમ્મામ, મહબૂબનગર, પેડાપલ્લી

ત્રિપુરા – ત્રિપુરા, પશ્વિમ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ

પશ્વિમ બંગાળના કૂચ વિહાર અને અલીપુરદુઆર બેઠક માટે મતદાન યોજાશે.

ભારતમાં લોકસભાની ચૂંટણીઓના પ્રથમ તબક્કામાં મતદાન માટે કુલ 20 રાજ્યો છે..જેમાં દરેક રાજ્યમાં અલગ અલગ સીટો નક્કી કરવામાં આવી છે.

રાજ્યો                               બેઠકો

આંધ્ર પ્રદેશ                – 25 સંસદીય મતદારક્ષેત્રો

અરુણાચલ પ્રદેશ          – 2સંસદીય મતદારક્ષેત્રો

આસામ                    – 5સંસદીય મતદારક્ષેત્રો

બિહાર                     – 4સંસદીય મતદારક્ષેત્રો

છત્તીસગઢ                 – 1સંસદીય મતદારક્ષેત્રો

જમ્મુ અને કાશ્મીર        – 2સંસદીય મતદારક્ષેત્રો

મહારાષ્ટ્ર                  – 7સંસદીય મતદારક્ષેત્રો

મણિપુર                   – 1સંસદીય મતદારક્ષેત્રો

મેઘાલય                   – 2સંસદીય મતદારક્ષેત્રો

મિઝોરમ                  – 1સંસદીય મતદારક્ષેત્રો

નાગાલેન્ડ                 – 1સંસદીય મતદારક્ષેત્રો

ઓડિશા                   – 4સંસદીય મતદારક્ષેત્રો

સિક્કીમ                    – 1સંસદીય મતદારક્ષેત્રો

તેલંગણા                  – 17સંસદીય મતદારક્ષેત્રો

ત્રિપુરા                     – 1સંસદીય મતદારક્ષેત્રો

ઉત્તર પ્રદેશ               – 8સંસદીય મતદારક્ષેત્રો

ઉત્તરાખંડ                  – 5સંસદીય મતદારક્ષેત્રો

પશ્ચિમ બંગાળ             – 2સંસદીય મતદારક્ષેત્રો

અંડમન                   – 1 સંસદીય મતદારક્ષેત્રો

લક્ષદ્વીપ                   – 1સંસદીય મતદારક્ષેત્રો

મોટા માથાં: આમના નસીબનો આજે ફેંસલો

નીતિન ગડકરી: નિતિન ગડકરી મહારાષ્ટ્રની રાજનીતિના મોટા ચહેરા છે. ગડકરી ફરી એક વખત ભાજપની ટિકિટ પર નાગપુર સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે સામે છે. આરએસએસના પ્રભાવવાળી નાગપુર બેઠક પર 2014માં ગડકરીએ અઢી લાખથી પણ વધારે મતોથી વિજય મેળવ્યો હતો.

જનરલ વી.કે.સિંહ: જનરલ સિંહ ગાઝિયાબાદ લોકસભા બેઠકના ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસના ડોલી શર્મા અને મહાગઠબંધનના સુરેશ બંસલ મેદાનમાં છે.

અજિત સિંહ: આરએલડીના સ્થાપક ચૌધરી અજિત સિંહ મુઝફ્ફરનગર સીટથી પોતાની કિસ્મત અજમાવશે. તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાન સામે છે. તો તેમના પુત્ર જયંત ચૌધરી બાગપત બેઠક પરથી ઝંપલાવી રહ્યાં છે.

ચિરાગ પાસવાન: રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન એનડીએ ગઠબંધન અંતર્ગત બિહારની જમુઇ બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટી વતી ચૂંટણીના મેદાનમાં છે.

જીતનરામ માંઝી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક જીતનરામ માંઝી બિહારના ગયા સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.

મહેશ શર્મા: કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણીના રણમાં છે.

અસઉદ્દીન ઔવેસી: AIMIMના નેતા અસઉુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી ઝંપલાવી રહ્યાં છે. તેઓ અહીંયાથી સતત ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ ફરીથી અહીં મેદાનમાં ઉતર્યા છે ત્યારે આ બેઠક પર પણ કાંટે કી ટક્કર જેવી સ્થિતિ સર્જાશે.

યાકુબ કુરેશી: મેરઠની બેઠક મહાગઠબંધનની વ્યવસ્થા અનુસાર બસપાને મળી છે. અહીંયાથી બસપાના હાજી યાકૂબ કુરેશી મેદાનમાં છે.

નસીમુદ્દીન સિદ્દીકી: બસપામાંથી કોંગ્રેસમાં આવેલા નસીમુદ્દીન સિદ્દીકી આ વખતે ઉત્તરપ્રદેશની બિજનૌર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.