રથયાત્રા/ સ્નાન કરવાથી બીમાર પડ્યા ભગવાન જગન્નાથ, 1 જુલાઈએ ભક્તોને આપશે દર્શન 

હિન્દુઓના ચાર ધામોમાંના એક જગન્નાથપુરીમાં રથયાત્રા (Jagannath Rath Yatra 2022) માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ક્રમમાં, જેઠ મહિનાની પૂર્ણિમાએ એટલે કે 14 જૂને, જગન્નાથ પુરીમાં સ્નાન યાત્રા (Jagannath Snana Yatra 2022) ઉજવવામાં આવી છે, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

Trending Dharma & Bhakti Navratri 2022
ભગવાન જગન્નાથ

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભક્તોને સ્નાન ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. આથી ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ સ્નાન ઉત્સવ માટે દેશભરમાંથી ભક્તો અહીં આવે છે. ભગવાન જગન્નાથના પ્રાગટય દિવસની યાદમાં, સ્નાન ઉત્સવ જેઠ મહિનાની પૂર્ણિમા (દેવસન પૂર્ણિમા) પર ઉજવવામાં આવે છે, જે આ વખતે મંગળવાર, 14 જૂનના રોજ છે.

શું છે સ્નાન ઉત્સવની પરંપરા?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જેઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra 2022)ને સ્નાન કરાવવાની પરંપરા મંદિરની શરૂઆતથી ચાલી આવે છે. આ દિવસે પ્રાચીન મૂર્તિઓને ગર્ભગૃહની બહાર રાખવામાં આવે છે. પૂજારીઓ અને ભક્તો મંદિરના પાણીમાં ગંગાજળ ભેળવીને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવે છે. આ પછી મૂર્તિને ફરીથી ગર્ભગૃહમાં લઈ જઈને સ્થાપિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્નાન કર્યા પછી ભગવાન બીમાર થઈ જાય છે, તો ભગવાન 15 દિવસ સુધી આરામ કરે છે અને મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. ભગવાનને સાજા કરવા માટે ઉકાળો ચઢાવવામાં આવે છે. મંદિરના દરવાજા બંધ થયા બાદ ભક્તો મંદિરમાં આવે છે, પરંતુ બહારથી દર્શન કરીને પાછા ફરે છે.

1 જુલાઈથી શરૂ થશે રથયાત્રા

15 દિવસ પછી, જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે, જુદા જુદા રથમાં શહેરની યાત્રા પર નીકળે છે. આને જગન્નાથ રથયાત્રા કહેવામાં આવે છે, જેને જોવા માટે દેશ-વિદેશના લોકો અહીં આવે છે. મંદિરમાંથી નીકળ્યા બાદ ભગવાન આરામ કરવા માટે તેમની માસીના ઘરે જશે. જ્યાં મંદિરમાં આરામ કરશે તે સ્થાનને ગુંડીચા મંદિર કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથ લગભગ 10 દિવસ સુધી તેમની માસી સાથે રહ્યા પછી અષાઢ શુક્લ એકાદશી (દેવશયની એકાદશી) પર ફરીથી મંદિરમાં પાછા ફરે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરે છે અને ચાતુર્માસ શરૂ થાય છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાની તાડમાર તૈયારીઓનો આરંભ

આ પણ વાંચો: બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રાનો પ્રારંભ : ભક્તોમાં ઉત્સાહ અને આવું છે આયોજન

આ પણ વાંચો: રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ