Not Set/ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

જગન્નાથજી મંદિરમાં જળયાત્રાનો આજે કાર્યક્રમ,માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

Top Stories Ahmedabad Gujarat
2 239 અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા
  • અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
  • જગન્નાથજી મંદિરમાં જળયાત્રાનો આજે કાર્યક્રમ
  • માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાશે
  • 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા
  • તમામ વિધિવિધાન સાથે નીકળશે જળયાત્રા
  • જળયાત્રામાં આ વખતે એક જ ગજરાજ જોડાશે
  • કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે કરાશે પાલન
  • જળયાત્રા સમયે Dy.CM-ગૃ઼હરાજ્યમંત્રી રહેશે હાજર

કોરોનાકાળમાં લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે અલગ-અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ખરાબ સમયમાં આજે અમદાવાદ ખાતે ભક્તો કે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રાનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં કોરોનાની ગાઇડ લાઇનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

2 240 અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

મોનસૂન / વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે

આપને જણાવી દઇએ કે, ભગવાન જગ્ગનાથજીની જળયાત્રામાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર રહ્યા છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા થઇ. તાજેતરમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકો જળયાત્રામાં હાજર રહ્યા છે. કોરોના પ્રોટોકોલ મુજબ જળયાત્રાનું આયોજન થયુ છે. આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા છે. પરંપરાગત વિધિ પ્રમાણે એક ગજરાજ સાબરમતી નદીનાં આરે છે, જ્યારે અન્ય ગજરાજો મંદિરનાં પ્રાંગણમાં રહેશે. પાંચ કળશ, પાંચ ધ્વજ પતાકા સાથે જળયાત્રા યોજાઇ રહી છે. જણાવી દઇએ કે, રથયાત્રા પૂર્વ પરંપરાગત વિધિનાં ભાગરૃપે યોજાતી પવિત્ર જળયાત્રાને રાજય સરકાર તરફથી પહેલા જ મંજૂરી મળી ગઇ છે. જો કે, 108 ને બદલે માત્ર પાંચ જ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવી રહી છે. સામાન્ય રીતે જળયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ અને ભાવિકજનો – ભક્તો જોડાતા હોય છે, પરંતુ આ વખતની જળયાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સને લઈ ગણતરીનાં લોકો જ સામેલ કરવામાં આવ્યા છે. આ વખતની જળયાત્રામાં કોઈપણ ભજન મંડળી સામેલ થઈ નથી.

2 241 અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

સંકટનાં વાદળ / Facebook અને WhatsApp ની વધી શકે છે મુશ્કેલીઓ

આપને જણાવી દઇએ કે, આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે 18 ગજરાજ આ જળયાત્રામાં જોડાતા હોય છે પરંતુ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખતા એક જ ગજરાજ સાબરમતી નદીનાં આરે છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાનાં 15 દિવસ પહેલા સાબરમતી નદીમાંથી જળ લાવી રથ પર તેનો અભિષેક કરાય છે અને તેને પવિત્ર કરાય છે. લોકોનો અંદાજ છે કે જળયાત્રાને મંજુરી મળી છે તો હવે રથયાત્રાને પણ મંજુરી મળી જશે. જોકે હજુ આ મામલે મંદિરનાં ટ્રસ્ટીઓ અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વચ્ચે બેઠક યોજાશે. રાજ્યસરકારનાં ગૃહવિભાગનાં અધિકારીઓ સાથે પણ ચર્ચાઓ થશે જે પછી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં પણ એક બેઠક યોજાશે. જે પછી કોઈ નક્કર નિર્ણય સામે આવશે. તાજેતરમાં કોરોનાવાયરસ મહામારીએ લોકોમાં ડર પૈદા કરી દીધો છે, જેને દૂર કરવા માટે લોકોમાં ખાસ પોઝિટિવિટીની ખૂબ જરૂર છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 22 અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા