Not Set/ ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

સોથી વધુ ઈંટના ભટ્ઠા માંગરોળ તાલુકામાં આવેલા છે અને અચાનક વરસેલા વરસાદી માવઠાના કારણે ઈંટના ભટ્ઠા માલિકોને લાખોનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Top Stories Gujarat Surat
int ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાય જાય છે. પરંતુ ખેતી સિવાય પણ ઘણાં  અન્ય એવા વ્યવસાય છે જેનો સીધો સબંધ વાતાવરણ સાથે છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો, સુગર મિલો અને ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકશાન થયું છે. જેમનો એક વ્યવસાય ઈંટોનો છે. રાતોના ઉજાગરા કરીને જ્યારે ઈંટો પકવી હોય અને તેના પર પાણી ફરી વળે ત્યારે બધી મહેનત માટી થઈ જાય છે.

palasva 5 ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

  • કમોસમી માવઠુ બન્યુ નુકસાનીનું કારણ
  • ઈંટના ભઠ્ઠાના માલિકોને લાખોનું નુકસાન
  • કમોસમી માવઠાનું પાણી ઈંટો પર ફરી વળ્યુ
  • પકાવીને મુકેલી ઈંટો અને કાચો માલ પાણીમાં
  • પેકેજ આપવામાં આવે તેવી ભઠ્ઠા માલિકોની માગ

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતાની વધારી દીધી છે. ત્યારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સાથે ઈંટના ભટ્ઠા માલિકોની હાલત દયનિય બની છે. વરસાદને કારણે ઈંટના ભઠ્ઠાના માલિકોને લાખો રૂપિયાની નુકસાની થઈ છે. સુરતના માંગરોળના આસરમા ગામના ભાઠા માલિકોને લાખો રૂપિયાનું નુકશાન વહોરવાનો વારો આવ્યો છે. દસ દિવસ પહેલા આવેલા માવઠાની નુકશાનમાંથી હજી તો ઈંટ ભટ્ઠાના માલિક માંડ બહાર નિકળ્યા હતા. ત્યાં ફરી વરસાદ આફત સ્વરૂપે વરસ્યો અને વરસાદને કારણે કાચી ઇંટો  પાણીમાં પલળી ગઈ.  ભઠ્ઠાના માલિકો 10થી ૧૨ લાખના નુકસાનમાં ઉતરી ગયા છે.

intp 3 ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

સોથી વધુ ઈંટના ભટ્ઠા માંગરોળ તાલુકામાં આવેલા છે અને અચાનક વરસેલા વરસાદી માવઠાના કારણે ઈંટના ભટ્ઠા માલિકોને લાખોનું નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી માવઠાના કારણે તૈયાર કાચી ઇંટો વરસાદી પાણીમાં ડૂબી જતા અને પલળી જતા મોટાપાયે નુકશાન થવા પામ્યું છે. જો ઈંટના ભટ્ઠા માલિકોને સમયસર લિગ્નાઇટ કોલસો આપવામાં આવ્યો હોત તો કદાચ સમયસર ચીમની ભટ્ઠામાં ઈંટ પાકી થઇ જાત.

int1 ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

પણ સમયસર કોલસો નહી મળતા તમામ ઈંટ વરસાદના પાણીમાં પલળી ગઈ હતી. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.

દક્ષીણ ગુજરાતમાં વરસાદને કારણે શેરડી અને શાકભાજીના પાકને ભારે નુકશાન થતા શાકભાજી મોઘા થશે પરંતુ જે રીતે પાક નુકશાનીનું વળતળ ખેડૂતોને ચૂકવામાં આવે છે. ત્યારે માવઠાના કારણે દક્ષીણ ગુજરાતમાં ઈંટ ભટ્ઠા માલિકોને કરોડો રૂપિયાનું નુકશાન થવાપામ્યું છે.  ત્યારે રાજ્ય સરકાર ઈંટના ભટ્ઠા માલિકોને સહાય પેકેજ આપે તેવી માંગ ભઠ્ઠાના માલિકો કરી રહ્યા છે.

ગુજરાત / મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત વધારી, જાણો કઈ તારીખ હશે અંતિમ ?

કરમની કઠણાઈ / હમેશાં સૌને હસાવતા ટૂંકા કદના જોકર પરિવારની કરૂણ કથની, રોજગારી બની અભિશાપ

ગુજરાત / કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત

Curfew / સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી