Not Set/ LRD ભરતી વિવાદ/ CM નિવાસ સ્થાને બેઠકનો ધમધમાત, બેઠકોમાં થઇ શકે છે વધારો : સૂત્રો

LRD ભરતી મામલે ચાલી રહેલા વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. 60 દિવસથી આંદોલન કરી રહેલી મહિલાઓની વાત સરકાર દ્વારા અંતે સાંભળવામાં આવી અને પરિપત્ર રદ્દ કરવાનું જાહેર કરવામાં આવતા આ મામલે બિન અનામત વર્ગને અન્યાય થઇ રહ્યો હોવાના સુર ઉઠ્યા હતા. તમામ બિન અનામત વર્ગની મહિલાઓએ સરકારની જાહેરાત સામે રણશીંગુ ફૂક્યું અને અંતે સરકાર […]

Top Stories Gujarat
lrd 1 LRD ભરતી વિવાદ/ CM નિવાસ સ્થાને બેઠકનો ધમધમાત, બેઠકોમાં થઇ શકે છે વધારો : સૂત્રો

LRD ભરતી મામલે ચાલી રહેલા વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. 60 દિવસથી આંદોલન કરી રહેલી મહિલાઓની વાત સરકાર દ્વારા અંતે સાંભળવામાં આવી અને પરિપત્ર રદ્દ કરવાનું જાહેર કરવામાં આવતા આ મામલે બિન અનામત વર્ગને અન્યાય થઇ રહ્યો હોવાના સુર ઉઠ્યા હતા. તમામ બિન અનામત વર્ગની મહિલાઓએ સરકારની જાહેરાત સામે રણશીંગુ ફૂક્યું અને અંતે સરકાર વાટાધાટો માટે તૈયાર થઇ.

નાયબ મુખ્યમંત્રી – ગૃહમંત્રી અને સરકારનાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તમામ બિન અનામત વર્ગનાં આગેવાનોની રજૂઆત સરકાર દ્વારા સાંભળામાં આવી અને 3 કલાક જેટલા લાંબા સમય માટે ચાલેલી બેઠકમાં બોલ અંતે મુખ્યમંત્રીનાં કોટમાં નખવામાં આવ્યો.

ગઇકાલે એટલે કે ગુરુવારે કરવામાં આવેલી જાહેરત મુજબ આજે શુક્રવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રી – ગૃહમંત્રી અને સરકારનાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફરી બેઠકનો ધમધમાત જોવામાં આવી રહ્યો છે. બેઠકમાં લાંભી ચર્ચા બાદ વિરામ લેવામાં આવ્યો હતો. વિરામ બાદ ફરી બેઠક શરુ થઇ ગઇ છે.

સૂત્રનાં જણાવ્યા પ્રમાણે બને વર્ગ ની મહિલા ઓ ને ન્યાય મળે તેવા સંકેતો સામે આવી રહ્યા છે. બેઠક દરમિયાન જ  યજ્ઞેશ દવે અને વરુણ પટેલ ને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં ચર્ચા માટે પહોંચેલા યજ્ઞેશ દવે દ્વારા સંકાત આપવામાં આવ્યા છે કે, સરકાર આ મામલે સંપૂર્ણ રીતે હકારાત્મક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.