Not Set/ લંપટ શિક્ષક / વાડજ મ્યુનિ. શાળાના શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી

મ્યુનિ. શાળાના શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી અનેક વાર વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને આપી ધમકી મહિલાઓમાં શિક્ષણનું સ્તર વધે તે માટે સરકાર દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ શાળામાં બાળકીઓ સુરક્ષીત રહે તે માટે પણ કાર્યવાહી કરવી જરૂરી બની છે. કારણ કે લંપટ શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવી એ કોઈ પહેલો […]

Ahmedabad Gujarat
rape લંપટ શિક્ષક / વાડજ મ્યુનિ. શાળાના શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી

મ્યુનિ. શાળાના શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી

અનેક વાર વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં

લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને આપી ધમકી

મહિલાઓમાં શિક્ષણનું સ્તર વધે તે માટે સરકાર દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ શાળામાં બાળકીઓ સુરક્ષીત રહે તે માટે પણ કાર્યવાહી કરવી જરૂરી બની છે. કારણ કે લંપટ શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવી એ કોઈ પહેલો બનાવ નથી. પરંતુ વાંરવાર બનતા બનાવો શિક્ષણ વિભાગ અને પોલીસની કાર્યવાહી પર શંકા ઉપજાવી રહી છે. ત્યારે આવા લંપટ શિક્ષકો વિરુધ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી આ છે મ્યુનિશિપલ શાળા નંબર 3 કે જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ શાળામાં એક એવો લંપટ શિક્ષક વિધ્યાના પાઠ ભણાવે છે જે પોતે માણસાઈના પાઠ ભુલી ગયો છે. અને હદ તો ત્યારે થઈ કે, જ્યારે તેણે 7 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરી, આ ગુનામાં ન માત્ર લંપટ શિક્ષક જવાબદાર પરંતુ તેની સાથે તે શાળાના સંચાલકો પણ તેટલા જ જવાબદાર છે.  કારણ કે વિદ્યાર્થીનીની માતાએ સંચાલકોને રજૂઆત કરી પરંતુ કોઈ પગલા ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને ત્યારથી આરોપી શિક્ષક ફરાર છે.

લંપટ શિક્ષક અશ્વિન પટેલ કે જેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેનો  28 તારીખે  જન્મદિવસ હતો. અને તે દિવસે બાળકીની એકલતાનો લાભ લઈ આરોપીએ તેને બચકા ભર્યા, શારિરીક છેડછાડ કરી અને જાતિય સતામણી કરી હતી.  પરંતુ મામલો સંચાલકો અને પોલીસ સુધી પહોંચતા બે દિવસથી લંપટ આરોપી શિક્ષક ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

દિવસેને દિવસે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને છેડતીના કેસમાં વધારો થયો છે. ત્યારે તંત્ર હવે આવા હવસખોર શિક્ષકોથી બાળકીઓને બચવા શુ પગલા લેવાય છે તે જોવુ મહત્વનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.