.ઝાંસી
મધ્ય પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણીને થોડો જ સમય બાકી રહ્યો છે. તેવામાં વિવિધ રાજકીય પાર્ટી લોકોને લલચાવવામાં લાગી ગઈ છે. તમને જણાવી સીએ કે આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધી ક્યારેય નથી થયું તેવું પ્રથમવાર થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં એક મુક-બધીર ઉમેદવાર ચૂંટણી લડશે.
આ વ્યક્તિનું નામ સુદીપ શુક્લા છે. સુદીપ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનયર છે. તેઓ ઈન્ફોસીસમાં એન્જિનયર તરીકે કામ કરી ચુક્યા છે.
મધ્યપ્રદેશની સતનાની વિધાનસભાની સીટ માટે તેઓ ચૂંટણી લડવાના છે.
સુદીપે રાજકારણમાં આવવા અંગે કહ્યું હતું કે હું દેશની સેવા કરવા માંગું છુ. આ માટે મારે એક યોગ્ય તકની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આજના દરેક નેતા ચૂંટણી પેલા ખોટા વાયદા કરે છે એક વખત પદ મેળવ્યા પછી તેઓ ભૂલી જાય છે.
જો સુદીપના પરિવારની વાત કરવામાં આવે તો તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ, બે બહેનો અને એક પત્ની છે. તેની પત્ની પણ સુદીપની જેમ બોલી અને સાંભળી નથી શકતી.
રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરવા માટે સુદીપે ૧૨ લાખની નોકરી છોડી દીધી છે. સુદીપની પાર્ટીનું નામ સતના મુક બધીર સંઘ રાખવામાં આવ્યું છે.