Video/ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો અકસ્માતમાં આબાદ બચાવ, એકનું મોત

મધ્ય પ્રદેશમાં સર્જાયેલા અકસ્માતમાં 2 બાળકો સહિત 3 ઈજાગ્રસ્ત

India Videos
Madhya Pradesh Union minister Prahlad Patel injured in car accident one dead કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો અકસ્માતમાં આબાદ બચાવ, એકનું મોત

મઘ્ય પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે માર્ગ અકસ્માત નડ્યો છે. જો કે અકસ્માતમાં તેમનો બચાવ થયો હતો. તેમને સામાન્ય ઈજા થઈ છે પરંતુ આ ઘટનામાં ગાડી સાથે અથડાનાર 35 વર્ષીય બાઇક સવારનું મોત થયું છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો કાફલો છિંદવાડાના નરસિંહપુરા તરફ થઈ રહ્યો હતો. આ દરમિયાન સામે આવી રહેલ બાઈક સવારને બચાવવા જતા તેમની કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ, જેના કારણે આ અકસ્માત સર્જાયો. એવું કહેવાય છે કે, રોંગ સાઈડમાં આવી રહેલી બાઈક તેમની કાર સાથે અથડાઈ છે. અકસ્માતમાં 1 શિક્ષકનું મોત જ્યારે ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

કેન્દ્રીય મંત્રી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે છિંદવાડામાં પ્રચાર કરી રહ્યા હતા. તેઓ છિંદવાડામાં જનસંપર્ક અભિયાન કાર્યક્રમમાંથી નરસિંહપુરા પરત આવી રહ્યા હતા, ત્યારે સિંગોડી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માતમાં બાઇક સવાર નિરંજન ચંદ્રવંશી નામના શિક્ષકનું મોત થયું છે. અકસ્માતમાં નિખિલ નિરંજન, સંસ્કાર નિરંજન અને જતીન બસંત ચંદ્રવંશી ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના APS આદિત્ય પણ ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય મંત્રી મધ્યપ્રદેશના દમોહ લોકસભા મતવિસ્તારના સાંસદ છે.


Read More: ‘લગ્નની પહેલી રાતથી જ પુરુષ…’ નીતિશ કુમારની જીભ લપસી

Read More: ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

Read More: બિહારમાં અનામત 50 ટકાથી વધારીને 75 ટકા કરીશું, નીતિશ કુમારની મોટી જાહેરાત


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp, TelegramInstagramKoo, YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.