ગુજરાત/ રાજ્યમાં મદરેસાઓનો કરાશે સર્વે, સરકારી માન્યતા અને સંચાલન કર્તા જેવી મહત્વની બાબતોની થશે ચકાસણી

રાજ્યભરમાં મદરેસાઓનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાને લઈને સર્વે હાથ ધરાયો છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 18T150924.334 રાજ્યમાં મદરેસાઓનો કરાશે સર્વે, સરકારી માન્યતા અને સંચાલન કર્તા જેવી મહત્વની બાબતોની થશે ચકાસણી

ગુજરાત : રાજ્યભરમાં મદરેસાઓનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાને લઈને સર્વે હાથ ધરાયો છે. રાજ્યમાં આવેલી 1130 જેટલા મદરેસાઓ આવેલી છે. આ સર્વેમાં મદરેસા સંબંધિત બીયુ અને ફાયર NOC જેવી અન્ય મહત્વની બાબતોની તપાસ કરવામાં આવશે. જેનાબાદ સરવેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

સર્વેમાં આ બાબતોની થશે ચકાસણી
શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મદરેસાનું સંચાલન કરનાર વ્યક્તિ હોય અથવા સંસ્થા હોય તો તેનું નામ જણાવવાનું રહેશે. મદરેસાની સરકારી માન્યતા મળે છે કે કેમ તેની માહિતી પણ આપવી પડશે. આ સાથે મદરેસાના મકાનમાં ઓરડાની સંખ્યા, બીયુ, ફાયર એનઓસી, અભ્યાસ માટેનો સમય, અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા અને તેમને ચૂકવાતો પગાર અને પગાર ચૂકવવા માટેનો નાણાંનો સ્ત્રોત, અભ્યાસ કરતા બાળકોની સંખ્યા સાથે બિનમુસ્લિમ બાળકોની માહિતી આપવાની રહેશે.

રાજ્ય સરકારના આદેશ બાદ તમામ મદરેસાઓના સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન અમદાવાદમાં શાળાના આચાર્ય દરિયાપુરમાં સુલતાન મહોલ્લાના મદરેસા પંહોચ્યા ત્યારે તેમના પર ટોળા દ્વારા હુમલો કરાયો. આચાર્ય સાથે અન્ય શિક્ષકો પણ હતા. સર્વે કરવા ગયેલ ટીમ ટોળાના હુમલાનો ભોગ બનતા પોલીસમાં ફરિયાદ કરી. જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં મદરેસાઓની સર્વેની કામગીરી સરકાર દ્વાર શરૂ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ રાજ્યના મદરેસાઓની યાદી બનાવવામાં આવી હતી. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 18 જેટલા મદરેસા કાર્યરત હોવાનું ખુલ્યું. શિક્ષણ વિભાગની ટીમ પરિપત્ર મુજત મદરેસા સંબંધિત તમામ બાબતોની ચકાસણી કરી રહી છે. મદરેસાનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ