Not Set/ ‘મહા’ નો મહાવિનાશ/ મગફળીના ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો

ગુજરાતના ખેડૂતના માથે આ વર્ષે લીલો દુકાળના ડાકલા વાગી ચુક્યા છે. એક તો સિઝનના કુલ વરસાદ 142 % થી વધુ વરસાદ પડી ચુક્યો છે અને હજુ પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી. હજુ પણ વરસી રહેલા વરસાદે ખેડૂતોને રાત પાણી એ રોવડાવ્યા છે. એક તો લાંબી ખેચાયેલી વરસાદી મોસમ અને ઉપર થી એક પછી એક […]

Rajkot Gujarat
rajkot ‘મહા’ નો મહાવિનાશ/ મગફળીના ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો

ગુજરાતના ખેડૂતના માથે આ વર્ષે લીલો દુકાળના ડાકલા વાગી ચુક્યા છે. એક તો સિઝનના કુલ વરસાદ 142 % થી વધુ વરસાદ પડી ચુક્યો છે અને હજુ પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી. હજુ પણ વરસી રહેલા વરસાદે ખેડૂતોને રાત પાણી એ રોવડાવ્યા છે. એક તો લાંબી ખેચાયેલી વરસાદી મોસમ અને ઉપર થી એક પછી એક વાવાઝોડા… પહેલા કાયર અને હવે મહા વાવાઝોડાનો કહેર ખેડૂતોને રાત પાણીએ રોવડાવી રહ્યો છે.

મહા વાવાઝોડાએ પોતાનો પ્રકોપ દેખાડવાના સારું કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રે ‘મહા’ વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠે ટકરાશે. દરમિયાન  ગીર સોમનાથ સહીત ના મોટાભાગના સૌરાષ્ટ્રના જીલ્લામાં ભારે થી અતિ ભારે,  વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.

કોડીનાર

કોડીનારમાં  મગફળી વેચવા આવેલા ખેડૂતોને વરસાદે રાતાપાણીએ રોવડાવ્યા છે. કોડીનાર APMC યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી ગઈ છે. ‘મહા’ વાવાઝોડાના કારણે ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળમાં પણ વરસાદ જોવા મળ્યો છે.

મોરબી

ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. તો બીજી તરફ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયુ હતુ. વરસાદના પગલે કપાસ, મગફળી, જુવાર,ગુવાર, સહિતના પાકોમાં નુકસાન થયુ હતુ. પાકમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. માલણીયાદ, દિધડીયા, સુંદરગઢ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડુતોના મોંમાં આવેલો કોળિયો ઝુંટવાશે તેવી ભિતી સેવાઈ રહી છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથનાં ઉના તેમજ કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો છે, જેની ગાજ સીધી મગફળી વાવતા ખેડૂતો પર પડી છે. ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. આશરે 8 હજાર કોથળા મગફળી હરાજી માટે આવી હતી તે ભારે વરસાદનાં કારણે પલળતા ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે. જિલ્લાના કોડિનાર, ઉના, વેરાવળ, સહિતના પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખેડૂતોની તૈયાર થયેલી મગફળી હાલ ખેતરોમાં પાથરા તથા તૈયાર મગફળી ઓના ઢગલા પડયા છે. તો બીજી બાજુ કપાસ,જુવાર તથા સોયાબીનના પાકોમા પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.  મૂંગા પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે. હાલ તો જગતનો તાત નહીં ઘરનો કે ઘાટનો જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.