Not Set/ મહાજંગ – 2019 : ખેડા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ખેડા લોકસભા બેઠક, એ બેઠક કે જે એક સમયે કેઈરા નામથી ઓળખાતી હતી. ખેડા  બેઠક પર મુખ્યત્વે આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ખેડા જિલ્લો જેમાં પીઢ નેતા અને  ઉદ્યાયોગપતિ ધર્મસિંહ દેસાઈ સંસદ તરીકે ચૂંટાતાહતા. બૃહદ ખેડા જિલ્લાથી એવાંમાં લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનાં ઉમેવારો નો દબદબો રહેતો હતો. અજીતસિંહ ડાભી ક્ષત્રિય ઉમેદવાર તરીકેચૂંટાતા હતા.  જોકે 2014 પહેલા સતત પાંચ ટર્મ  માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગેસનાં પીઢ  આગેવાન દિનશા પટેલ ખેડા બેઠક ઉપર થી લોકસભામાંપ્રતિનિધિત્વ કરતા હતા. ખેડામાં કૃષિનો વ્યવસાય મુખ્ય ગણાય છે. અહી મુખ્ય કૃષિપાક તમાંકુ, ડાંગર અને કપાસ છે. ખેડા લોકસભા બેઠકનાં કુલ મતદારો 17,87,034 છે. ખેડા લોકસભામાં સમાવિષ્ટ 7- વિધાનસભા સીટોમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડીઆદ, મહેમદાવાદ (એસ.સી.), મહુધા અને કપડવંજનો સમાવેશ થાય છે. જ્યા લેઉવા […]

Top Stories
KHEDA મહાજંગ – 2019 : ખેડા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ખેડા લોકસભા બેઠક, એ બેઠક કે જે એક સમયે કેઈરા નામથી ઓળખાતી હતી. ખેડા  બેઠક પર મુખ્યત્વે આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ખેડા જિલ્લો જેમાં પીઢ નેતા અને  ઉદ્યાયોગપતિ ધર્મસિંહ દેસાઈ સંસદ તરીકે ચૂંટાતાહતા. બૃહદ ખેડા જિલ્લાથી એવાંમાં લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનાં ઉમેવારો નો દબદબો રહેતો હતો. અજીતસિંહ ડાભી ક્ષત્રિય ઉમેદવાર તરીકેચૂંટાતા હતા.  જોકે 2014 પહેલા સતત પાંચ ટર્મ  માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગેસનાં પીઢ  આગેવાન દિનશા પટેલ ખેડા બેઠક ઉપર થી લોકસભામાંપ્રતિનિધિત્વ કરતા હતા. ખેડામાં કૃષિનો વ્યવસાય મુખ્ય ગણાય છે. અહી મુખ્ય કૃષિપાક તમાંકુ, ડાંગર અને કપાસ છે. ખેડા લોકસભા બેઠકનાં કુલ મતદારો 17,87,034 છે. ખેડા લોકસભામાં સમાવિષ્ટ 7- વિધાનસભા સીટોમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડીઆદ, મહેમદાવાદ (એસ.સી.), મહુધા અને કપડવંજનો સમાવેશ થાય છે. જ્યા લેઉવા પટેલ 6.5, કડવા પટેલ 5.5, બ્રાહ્મણ 2, મુસ્લિમ 10, ક્ષત્રીય 18 ઠાકોર 16 અને બારિયા 4, કોળી 5, રબારી 5, એસસી 6.5, એસ ટી 3, ખ્રિસ્તી 1.2 અને અન્ય 7.3 ટકા વસતી ધરાવે છે.

kheda મહાજંગ – 2019 : ખેડા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇKheda map1 મહાજંગ – 2019 : ખેડા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ખેડાનો રાજકીય ઈતિહાસ

ખેડા  લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ ખુબ રસપ્રદ છે. ખેડા  બેઠક પર  આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. ખેડા બેઠક પર પહેલી ચૂંટણી 1951 માં યોજાઈ હતી અને કોંગ્રેસના ભરતસિંહ જીતી ગયા હતા. આ પછી, સ્વતંત્ર ઉમેદવાર રતનસિંહે 1957 માં જીતી લીધું. 1962 અને 1967 ની ચૂંટણી સ્વતંત્ર પક્ષનું નામ રહ્યું અને પી.એન. સોલંકીએ બે વાર જીત મેળવી. 1971 માં કૉંગ્રેસ, 1980 અને 1984 માં રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ), 1971માં, પરંતુ જનતા દળએ 1989માં દમ બતાવ્યો અને પક્ષનાં ઉમેદવાર સી.પી.એસ. હાથીસિંહે ચૂંટણી જીતી લીધી. 1991ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રથમ વખત, ભારતીય જનતા પાર્ટીનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને કે.ડી. જેસવાણીએ ચૂંટણી જીતી હતી. આ પછી દિનશા પટેલએ લોકસભાની ચૂંટણી લડી અને તેમણે 1996, 1999 અને 2004ની સામાન્ય ચૂંટણીઓમાં સતત કૉંગ્રેસની આ બેઠક પર જીત મળતી રહી. પરંતુ 2014ની મોદીની વેવમાં બીજેપીનાં દેવુસિંહ ચૌહાણે સામે કૉંગ્રેસનાં સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ જો 2014 ની ચૂંટણી સિવાયની જો વાત કરીએ તો આ ખેડા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો હતો.

ખેડા લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

pjimage 36 મહાજંગ – 2019 : ખેડા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

દેવુસિંહ ચૌહાણ (૨૦૧૯ ભાજપ ઉમેદવાર)

ખાસિયત

યુવા નેતાની છબી, સ્પષ્ટ વક્તા

અભ્યાસુ હોવાને કારણે લોકો વધારે પસંદ કરે છે

ખામીઓ

અભિમાની હોવાની છાપ

વાયદો કરતા હોવાથી સ્થાનિકો નારાજ રહે છે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બિમલ શાહ (૨૦૧૯ કોંગ્રેસ ઉમેદવાર)

ખાસિયત

એક સમયે ભાજપનાં ટોચનાં નેતામાં ગણાતા

કેશુભાઈની સરકારમાં રાજ્યનાં વાહનવ્યવહાર મંત્રી હતા

તેમની  પાસે  ક્ષત્રિય ઠાકોર સમાની મોટી વૉટબેન્ક

સંસદ તરીકે કરેલી કામગીરી સારી

ભલે સત્તામાં નથી પણ લોકોમાં પ્રિય

અપક્ષ ચુંટણી લડીને પણ ભાજપને હરાવનાર નેતા

લોકોના કામ સરળતાથી કરી શકનાર

લોકો સાથે સંપર્ક મજબૂત પાસું

ખામીઓ

પક્ષ પલટુની  છબી

ચુંટણીઓ ટાણે જ દેખાતા  નેતાની છબી