ચુકાદો/ મહાત્મા ગાંધીના પ્રપૌત્રીને મળી કોર્ટમાંથી સજા, વાંચો ક્યાં કેસમાં

મહાત્મા ગાંધીના 56 વર્ષના પ્રપૌત્રીને 6 મિલિયન રેન્ડ(60 લાખ રૂપિયા)ની છેતરપિંડી અને બનાવટના કેસમાં ડર્બન કોર્ટે સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. સોમવારે આશિષ લતા રામગોબિનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમના પર એસઆર મહારાજ નામના એક બિઝનેસમેનને છેતરવાનો આરોપ છે કે જેમણે ભારતની એક ખેપ માટે આયાત અને કસ્ટમ ડ્યુટી ભરવા 2 મિલિયન એડવાન્સ આપ્યા […]

India
20150929184415 law and justice patent મહાત્મા ગાંધીના પ્રપૌત્રીને મળી કોર્ટમાંથી સજા, વાંચો ક્યાં કેસમાં

મહાત્મા ગાંધીના 56 વર્ષના પ્રપૌત્રીને 6 મિલિયન રેન્ડ(60 લાખ રૂપિયા)ની છેતરપિંડી અને બનાવટના કેસમાં ડર્બન કોર્ટે સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. સોમવારે આશિષ લતા રામગોબિનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમના પર એસઆર મહારાજ નામના એક બિઝનેસમેનને છેતરવાનો આરોપ છે કે જેમણે ભારતની એક ખેપ માટે આયાત અને કસ્ટમ ડ્યુટી ભરવા 2 મિલિયન એડવાન્સ આપ્યા હતા અને નફામાં હિસ્સો આપવાનુ વચન આપ્યુ હતુ.

 

તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં રહેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશીષ લતા રામગોબિને પોતાને વેપારી બતાવીને સ્થાનિક વેપારી પાસે છેતરપિંડી કરીને 62 લાખ રૂપિયા હડપી લીધા. આ છેતરપિંડીના પીડિત એસઆર મહારાજે જણાવ્યુ કે લતાએ તેમને નફાની લાલચ આપીને તેમની પાસેથી પૈસા લઈ લીધા. મહારાજે લતાને એક કન્સાઈમેન્ટની આયાત અને કસ્ટમ ક્લિયર કરવા માટે 60 લાખ રૂપિયા આપ્યા હતા અને લતાએ વચન આપ્યુ હતુ કે તે આ નફાનો હિસ્સો એસઆર મહારાજને આપશે પરંતુ હકીકતમાં આવુ કોઈ કન્સાઈમેન્ટ હતુ જ નહિ.

 

આ છેતરપિંડી માટે મહારાજે લતા પર આરોપ લગાવી દીધો અને ડરબનની કોર્ટે લતાને 60 લાખ રૂપિયાની છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યુ કે લતા રામગોબિને ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રીબ્યુટર્સના ડાયરેક્ટર મહારાજ સાથે ઓગસ્ટ 2015માં મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે લતા જાણીતા માનવાધિકાર ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિંદની દીકરી છે. ડરબન સ્પેશિયલાઈઝ્ડ કૉમર્શિયલ ક્રાઈમે લતાને દોષી જણાવવા અને સજા બંને સામે અપીલ કરવાની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો.

 

ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રીબ્યુટર્સ કંપની કપડા, લિનન અને જૂતાની આયાત અને નિર્માણ તેમજ વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને લાભ-શેરના આધારે ફાઈનાન્સ પણ કરે છે. એનપીએના પ્રવકતાએ જણાવ્યુ કે લતા રામગોબિને કહ્યુ હતુ કે તે આયાત અને કસ્ટમ ડ્યુટીની ચૂકવણી માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેને બંદર પર સામાન ખાલી કરવા માટે પૈસાની જરૂર હતી. લતા રામગોબિને મહારાજને કહ્યુ કે તેને 6.2 મિલિયન રેન્ડની જરૂર છે. તેની સંલગ્ન દસ્તાવેજ પણ બતાવ્યા.

 

એક મહિના પછી ફરીથી લતા રામગોબિને મહારાજને એક દસ્તાવેજ મોકલ્યો જેમાં નેટકેર ચાલાન પણ હતુ જેમાં એ ખબર પડી કે માલ ડિલીવર થઈ ગયો છે અને તેની ચૂકવણી કરવામાં આવી નથી. ત્યારબાદ રામગોબિનની પારિવારિક સાખ અને નેટકેર દસ્તાવેજોના કારણે, મહારાજે લોન માટે તેમની સાથે એક લેખિત સમજૂતી કરી હતી. જો કે જ્યારે મહારાજને ખબર પડી કે દસ્તાવેજ નકલી હતી અને નેટકેરને લતા સાથે કોઈ સમજૂતી નહોતી ત્યારે મહારાજે રાગોબિન સામે કેસ કર્યો.