Not Set/ નરેશ કનોડિયાનાં મોટાભાઇ મહેશ કનોડિયાનું નિધન

નરેશ કનોડિયાનાં મોટા ભાઇ અને પ્રસિદ્ધ ગાયક કલાકાર મહેશ કનોડિયાનું નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. 

Top Stories Entertainment
ipl2020 81 નરેશ કનોડિયાનાં મોટાભાઇ મહેશ કનોડિયાનું નિધન

નરેશ કનોડિયાનાં મોટા ભાઇ અને પ્રસિદ્ધ ગાયક કલાકાર મહેશ કનોડિયાનું નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા.

બનાસકાંઠામાં એક ખેડૂત દંપત્તિ સાથે લોન આપવાનાં બહાને કરાઇ લાખોની છેતરપિંડી

મહેશ કનોડિયા છેલ્લા કેટલાક સમયથી માંદગીથી પિડાઇ રહ્યા હતા. જણાવી દઇએ કે, એક તરફ ભાઇ નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના કારણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે બીજી તરફ પરિવારનાં મોભી કહેવાતા મહેશ કનોડિયાનું દુખદ અવસાન થતા કનોડિયા પરિવારમાં શોકનું મોંઝુ ફરી વળ્યુ છે. આપને જણાવી દઇએ કે, મહેશ કનોડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નજીક માનવામાં આવતા હતા. તે ત્રણ વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આજથી ગિરનાર રોપ-વે જનતા માટે મુકાશે ખુલ્લો, માત્ર 8 મિનિટમાં…

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

આ શહેરમાં બે કિલો ડુંગળી માટે બતાવવું પડશે ઓળખ કાર્ડ, સરકાર વેચે છે 35 રૂપિયાના ભાવે

મહેશ કનોડિયાએ “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…