હત્યા/ મહુવાના નેસવડ ગામમાં વધુ એક હત્યા, 40 વર્ષિય વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ

મોડી રાત્રે અચાનક જ એક 40 વર્ષિય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ રાજુ હતું

Gujarat Others
મહુવાઃ હત્યા

અત્યારે સરેઆમ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું  છે. મહુવાના એક ગામમાં એક હત્યાનો કેસ સામે આવ્યો છે. શહેરમાં માનો કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા એક જ મહિનામાં ફરી એકવાર હત્યાનો કેસ સામે આવ્યો છે.

આ ઘટના મહુવાના નેસવડ ગામમાં બની હોવાનું સામે આવી રહ્યું છે. આ હત્યાનો બનાવ ગઈકાલે મોડી રાત્રે બન્યો હતો. આ પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ગત મોડી રાત્રે અચાનક જ એક 40 વર્ષિય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ રાજુ હતું અને આ હત્યાની જાણ પોલીસને થતા જ તે ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ મહુવાના માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત્રે છરીના ઘા મારીને એક યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. તે પાછળનું કારણ એવું જાણવા મળ્યું હતું કે, સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામનો મુનાફ ચાવડા નામનો યુવક ગત રાત્રિના ડુંગળીનો ટ્રક ભરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખાલી કરવા આવેલો. અને તેના જ પાડોશમાં રહેતા બે યુવક સાથે અન્ય કોઈકારણસર રકજક થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Bridgebhushan/ બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ મૂકનાર સગીર કુસ્તીબાજ પુખ્તઃ પોસ્કો ચાર્જ પડતો મૂકાઈ શકે

આ પણ વાંચોઃ સુરત RTO/ સુરત RTO પણ સુરતીલાલા જેવું ધરખમઃ રાજ્યના બીજા કોઈપણ RTO કરતાં વધુ કમાણી

આ પણ વાંચોઃ પ્રહાર/ USમાં બોલ્યા રાહુલ ગાંધી-PMને લાગે છે કે તેઓ બધું જાણે છે, તેમની સામે ભગવાન પણ થઇ જશે ભ્રમિત

આ પણ વાંચોઃ સ્ટેટ કેબિનેટ મીટિંગ/ આજની કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની થશે સમીક્ષા