Sri Lanka vs West Indies/ મેચ દરમિયાન મોટી દુર્ઘટના, ખેલાડીને વાગ્યો બોલ, સ્ટ્રેચર પર લઇ જવાયો હોસ્પિટલ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં શ્રીલંકાનાં પ્રવાસે છે, જ્યાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. બીજી તરફ, રવિવારે સીરીઝની પ્રથમ ટેસ્ટમાં એક દુઃખદ ઘટના બની હતી.

Top Stories Sports
ફિલ્ડર થયો ઈજાગ્રસ્ત

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં શ્રીલંકાનાં પ્રવાસે છે, જ્યાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. બીજી તરફ, રવિવારે સીરીઝની પ્રથમ ટેસ્ટમાં એક દુઃખદ ઘટના બની હતી. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આપને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝનાં ખેલાડી જેરેમી સોલોઝોનોને મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

આ પણ વાંચો – Cricket / બાબર આઝમે તોડ્યો રેકોર્ડ, T20I માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

મળતી માહિતી મુજબ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન ફોરવર્ડ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝનાં એક ખેલાડીને બોલ હેલ્મેટ પર વાગવાને કારણે ઈજા થઈ હતી, ત્યારબાદ તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો હતો. અને પછી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં, જેરેમીની ઈજાનું સ્કેન કરવામાં આવશે, જેના પરથી તેની ગંભીરતા જાણી શકાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જેરેમી સોલોઝાનોનાં સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે, આ સીરીઝમાં શ્રીલંકાની ટીમની કમાન દિમુથ કરુણારત્નેનાં ખભા પર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની આગેવાની ક્રેગ બ્રેથવેટ કરી રહ્યો છે. T20 વર્લ્ડકપમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ બન્નેની સફર સારી નહોતી રહી. આવી સ્થિતિમાં, આ દ્વિપક્ષીય સીરીઝ દ્વારા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માંગશે.

આ પણ વાંચો – India vs Newzealand / સીરીઝની અંતિમ T20 મેચમાં અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને મળી શકે છે તક

ગાલે ટેસ્ટની વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાચાર લખાય ત્યા સુધી શ્રીલંકાએ 67 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. યજમાન ટીમનો કેપ્ટન કરુણારત્ને 98 રન બનાવીને રમી રહ્યો છે. પંથુમ નિસાંકા 56 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ શેનન ગેબ્રિયલએ લીધી હતી. ઉપરાંત ઓસાડા ફર્નાન્ડો અને એન્જલો મેથ્યુઝ 3-3 રન બનાવી આઉટ થઇ ગયા છે. ધનંજય ડી સિલ્વા 6 રન બનાવીને ક્રિઝ પર છે.