નવરાત્રી સ્પેશ્યલ/ ઘરે બનાવો ઉપવાસ માટે કાચા કેળાની ટિક્કી, ખાવાની મજા પડી જશે

નાસ્તામાં ટિક્કી ખાસ કરીને લોકોને ખૂબ પસંદ હોય છે. તમે અત્યાર સુધી આલુ ટિક્કી ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય કાચા કેળાની ટિક્કી ટ્રાય કરી છે

Food Lifestyle
Untitled 274 ઘરે બનાવો ઉપવાસ માટે કાચા કેળાની ટિક્કી, ખાવાની મજા પડી જશે

નાસ્તામાં ટિક્કી ખાસ કરીને લોકોને ખૂબ પસંદ હોય છે. તમે અત્યાર સુધી આલુ ટિક્કી ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય કાચા કેળાની ટિક્કી ટ્રાય કરી છે જો ના તો આજે અમે તમારા માટે કાચા કેળાની ટિક્કીની રેસીપી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય. જે તમે ઉપવાસમાં પણ ખાઇ શકશો.

Untitled 275 ઘરે બનાવો ઉપવાસ માટે કાચા કેળાની ટિક્કી, ખાવાની મજા પડી જશે

સામગ્રી

4 નંગ – કેળા
10 નંગ – કાજૂ
1 બાઉલ – મગફળી
1/2 ચમચી – છીણેલું આદુ
2 નંગ – લીલા મરચા
1 ચમચી – કાળામરી પાવડર
1 નાની ચમચી – જીરા પાવડર
2 ચમચી – આરાનો લોટ
2 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠુ
જરૂરિયાત મુજબ – તેલ

Untitled 276 ઘરે બનાવો ઉપવાસ માટે કાચા કેળાની ટિક્કી, ખાવાની મજા પડી જશે

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડિયમ આંચમાં એક પ્રેશર કુકરમાં પાણી અને કેળા ઉમેરીને બે સીટીમાં બાફી લો અને ગેસની આંચ બંધ કરી દો. કુકરનું પ્રેશર ખતમ થાય એટલે તેનું ઢાંકણ ખોલીને કેળાને પાણીમાંથી નીકાળી લો અને ઠંડા કરીને છોલી લો. હવે તે બાદ કેળા મેશ કરી લો. હવે કેળામાં કાજુ કે મગફળી, આદુ, લીલા મરચા, કાળા મરી પાવડર, આરાનો લોટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે કેળાના નાના બોલ્સ બનાવી લો. મીડિયમ આંચમાં એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થતા બોલ્સને હાથની મદદથી દબાવો અને ગરમ તેલમાં તળી લો. તે પછી તેને એક પ્લેટમાં નીકાળી લો અને ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે કાચા કેળાની ટિક્કી… જેને તમે લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.