તમારા માટે/ ગરમીની સિઝનમાં મોઢાના ચાંદાથી છો પરેશાન, ઘરમાં જ છે તેનો ઉપચાર, જાણો

ગરમીની સિઝનમાં કેટલાક લોકો મોઢાના ચાંદાથી પરેશાન થતા હોય છે. શું તમને ખાતી-પીતી વખતે ઘણી ઠંડી લાગે છે તો જરૂર તમારા મોંઢામાં ચાંદા હશે.

Trending Tips & Tricks Lifestyle
Beginners guide to 2024 04 20T152220.959 ગરમીની સિઝનમાં મોઢાના ચાંદાથી છો પરેશાન, ઘરમાં જ છે તેનો ઉપચાર, જાણો

ગરમીની સિઝનમાં કેટલાક લોકો મોઢાના ચાંદાથી પરેશાન થતા હોય છે. શું તમને ખાતી-પીતી વખતે ઘણી ઠંડી લાગે છે? અને તમે કંઈપણ ખોરાક ખાવ તો બળતરા થાય છે ? તો જરૂર તમારા મોઢામાં ચાંદા પડ્યા હોઈ શકે. કારણે કે મોટાભાગે ઉનાળામાં, કોઈને કોઈ કારણસર લોકોમાં મોંમાં ચાંદાની સમસ્યા જોવા મળે છે અને તેના કારણે તેઓ ખોરાક ખાવા અને ઠંડા પીણાં અથવા આઈસક્રીમને ટાળતા હોય છે. મોઢામાં જ્યારે ફોલ્લાઓ થાય છે ત્યારે ઘણી વાર બળતરા થાય છે. સામાન્ય રીતે તે જીભ, પેઢા, હોઠ, મોંની અંદર અથવા ગળામાં પણ થાય છે. જો અલગ-અલગ સમયે સારવાર ન કરવામાં આવે તો એકથી વધુ રોગો થવા લાગે છે.

જો કે મોઢામાં ચાંદા થવાનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવી ઘણી બાબતો છે જે તેનું જોખમ વધારે છે, જેમ કે મોઢામાં ઈજા, પેટમાં ગરમી અને હોર્મોનલ ફેરફારો. ફોલ્લાઓની સમસ્યા થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે, પરંતુ સમસ્યા વધુ વકરી જાય તે પહેલા તમે કેટલાક ઘરેલું ઉપાય કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. મોઢાના ચાંદા ખૂબ પીડાદાયક હોય છે અને ખાવા-પીવામાં તકલીફ પડે છે. આ ઘરગથ્થુ ઉપચારો મોંના ચાંદા મટાડવામાં મદદ કરી શકે છે

મીઠું અને લવિંગ :
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરો. આ મિશ્રણને થોડી વાર મોંમાં રાખો અને પછી કાઢી લો.
આ પછી લવિંગના દાણાને ચાવો. આ ઘરગથ્થુ ઉપાય મોઢાના ચાંદાથી રાહત અપાવી શકે છે.

હળદર : હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ગરમ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને ગાર્ગલ કરો. આ મોંના ચાંદાને મટાડવામાં મદદ કરી શકે છે.

મધ : મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. મોઢાના ચાંદા પર મધ લગાવો. આનાથી ફોલ્લાઓ ઝડપથી મટાડી શકે છે.

બટાટા : બટેટાને કાપીને તેનો રસ કાઢો. પછી આ રસને મોઢાના ચાંદા પર લગાવો. તેનાથી અલ્સરના દુખાવામાં રાહત મળી શકે છે.

નાળિયેર તેલ : નાળિયેર તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. મોઢાના ચાંદા પર દરરોજ થોડું નારિયેળ તેલ લગાવો. આનાથી ફોલ્લામાંથી ઝડપી રાહત મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: EDનો આક્ષેપ ‘તબીબી આધાર પર જેલમાંથી છૂટવા કેજરીવાલ ખાઈ રહ્યા છે કેરી અને મીઠાઈ’

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય

આ પણ વાંચો:કમાણીમાંથી મેળવેલ મિલકત ગેંગસ્ટર એક્ટ હેઠળ અટેચ કરી ન શકાય’: અલ્હાબાદ હાઈકોર્ટ

આ પણ વાંચો:‘માણસ અજાણતા જ પોતાનો જ નાશ કરી રહ્યો છે’ સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી