Not Set/ ઝટપટ બનાવો લીલા મરચાનું ભડથું, લાંબા સમય સુધી નહિ થાય ખરાબ

રીંગણ અને બટાકાનું ભડથું તો તમે ઘણું ખાધું હશે, પણ શું તમે ક્યારેય મરચાનું ભડથું ખાધું છે? મરચાનું ભડથું અસલમાં એક રાજસ્થાની રેસિપી છે

Food Lifestyle
મરચાનું ભડથું ઝટપટ બનાવો લીલા મરચાનું ભડથું, લાંબા સમય સુધી નહિ થાય ખરાબ

રીંગણ અને બટાકાનું ભડથું તો તમે ઘણું ખાધું હશે, પણ શું તમે ક્યારેય મરચાનું ભડથું ખાધું છે? મરચાનું ભડથું અસલમાં એક રાજસ્થાની રેસિપી છે, જેને મરચાનું કુટ્ટૂ પણ કહેવામાં આવે છે. આ વાનગી બનાવવી એકદમ સરળ છે. મરચાનું ભડથું બનાવવામાં 20-25 મિનિટ લાગે છે, અને તેને ફ્રીઝમાં 3 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

સામગ્રી

200 ગ્રામ લીલા મરચા

2 ચમચી રાઈ

1.5 ચમચી વરિયાળી

1 ચમચી મેથીના દાણા

3/4 કપ દહીં

1/2 ચમચી હળદર પાવડર

1/2 ચમચી ખાંડ (વિકલ્પ)

1 ચમચી લીંબુનો રસ

1 ચમચી તેલ

મીઠું સ્વાદ અનુસાર

રીત

મરચાનું ભડથું બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી રાઈ, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મેથીના દાણાને સારી રીતે ડ્રાઈ રોસ્ટ કરીને તેનો પાવડર બનાવી લો. હવે લીલા મરચાને ખાંડી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં વધેલી રાઈ અને મેથીના દાણા નાખો. જયારે તે શેકાય જાય તો તેમાં ખાંડેલા લીલા મરચા નાખો. મરચાની પેસ્ટ નથી બનાવવાની તેને ખાંડવાનાં છે. પછી હળદળ નાંખી તેને 30 સેકેંડ સુધી પકવો. પછી પેનમાં દહીં, મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરો. ત્યારબાદ પાવડર બનાવેલુ બધું મિશ્રણ નાખો અને તેને સારી રીતે હલાવો. તેને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તેનું પાણી બળી ન જાય. તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેની ઉપર જો તમારે કોઈ સીઝનિંગ નાખવું હોય, જેમ કે ઓરેગાનો વગેરે તો તે નાખી શકો છો. તો તૈયાર છે તમારું મરચાનું ભડથું. તેને રૂમના તાપમાને ઠંડુ કર્યા પછી ફ્રીઝમાં મૂકી શકો છો.