Not Set/ નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

મહિલાઓનાં ચહેરાનાં સૌંદર્યની સાથે જ તમારા હાથ અને નખ પણ આકર્ષક હશે તો તે તમારી ખૂબસૂરતીને વધારી દેશે. હાથ અને નખને કેવી રીતે સુંદર બનાવી શકાય એ વિશે થોડું જાણીએ. પૌષ્ટિક ખોરાક ખાઈને આપણે નખને પણ નિરોગી અને સ્વસ્થ રાખી શકીએ છીએ. વિટામીન્સની ઉણપને લીધે નખ નબળા પડી જવાને કારણે જલદી તૂટી જાય છે. કેટલીક […]

Fashion & Beauty Lifestyle
manicure નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

મહિલાઓનાં ચહેરાનાં સૌંદર્યની સાથે જ તમારા હાથ અને નખ પણ આકર્ષક હશે તો તે તમારી ખૂબસૂરતીને વધારી દેશે. હાથ અને નખને કેવી રીતે સુંદર બનાવી શકાય એ વિશે થોડું જાણીએ. પૌષ્ટિક ખોરાક ખાઈને આપણે નખને પણ નિરોગી અને સ્વસ્થ રાખી શકીએ છીએ. વિટામીન્સની ઉણપને લીધે નખ નબળા પડી જવાને કારણે જલદી તૂટી જાય છે. કેટલીક હવે વાતાવરણ પણ નખ માટે હાનિકારક સાબિત થાય છે.

Cuticles 100 600 750 100 નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

નખની પીળાશ
પીળા પડી ગયેલા નખની ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે. વાસ્તવમાં પ્રવાહી શોષવાની ક્ષમતા હોયછે જેને લીધે ઘેરા રંગની નેઈલપોલિશ નખમાં શોષાઈ જાય છે. આ માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવા જેવી છે.

Hands and Nails 545 નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

ઘેરા રંગોવાળી નેઈલપોલિશ ન લગાડવી.

તમે ઘેરા રંગની નેઈલપોલિશ લગાડવા ઈચ્છતા હોય તો પહેલા કોઈ સારો બેઝ કોટ લગાવો.

હંમેશા નખનું મોઈશ્ચરાઈઝર જાળવી રાખો. કારણ કે એમ ન કરવાથી નખ વધુ છિદ્રયુક્ત બની જશે.

બટકી જતા નખ
નખનું મોઈશ્ચર ખલાસ થઈ જતા બે બટકણા થઈ જાય છે. તેથી નખને ડિપ ક્લિંઝિંગ કરવા જાઈએ અને હાથ પર હંમેશાં ક્રીમ લગાવવું જાઈએ. બની શકે તો ઓલિવ અથવા બદામના તેલથી ક્યુટિકલ્સ પર સારી રીતે મસાજ કરવો. પાણીમાં કામ કર્યા બાદ હાથ પર ક્રીમ લગાડવાનું ભૂલવું નહિ.

images નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

ક્યુટિકલની સમસ્યા
કાપેલાં, ખરાબ અથવા રંગહીન ક્યુટિક્લ હાથની સુંદરતાને ફિક્કી પાડી દે છે. ક્યુટિકલ્સ કાપવાને બદલે તેને ટ્રીમ કરવાં અને મોઈશ્ચરાઝર લગાડવું. જાજાબા અથવા બદામનું તેલ પણ લગાડી શકાય.

Hangnails નખને બનાવો વધુ સુંદર, અપનાવો આ ટીપ્સ

કેટલીક ઉપોયીગ ટિપ્સ
નેઈલપોલિશ લગાવતા પહેલા પહેલાની નેઈલપોલિશ જરૂર દૂર કરવી.

કંડીશનિંગ કરતાં પહેલા નખને યોગ્ય આકાર આપવો. બંને હાથના નખ એક જ શૅપમાં રાખવા.

હંમેશા નરમ નેઈલ ફાઈલરનો ઉયોગ કરવો અને ફાઈલિંગ પણ એક જદિશામાં કરવું જાઈએ.

નખ સાફ કરવા અને નેઈલપોલિશ લગાડવા માટે પૂરતો સમય ન હોય તો નખને બેવાર રિમૂવરથી સાફ કરી લો. હંમેશા સારી ક્વાલિટીનું રિમૂવર વાપરો જેથી નખ શુષ્ક ન બની જાય.

સ્વચ્છ નખ પર બેઝ કોટ લગાડો.

નેઈલપોલિશને સૂકાવા માટે ઘણી વાર લાગે છે તેથી ઉતાવળમાં બહાર જવાનું બને તો નેઈલપોલિશ ન લગાડો. આ સિવાય ઠંડા પાણીમાં હાથ નાખવાથી નેઈલપોલીશનો રંગ સખત થઈ જાય છે. હેયર ડ્રાયરથી પણ નેઈલપોલિશ જલદી સૂકવી શકાય છે.