Crime/ વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

Ahmedabad Gujarat
બગોદરા 23 વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

2 વર્ષમાં 13 વેપારીઓને બનાવ્યા શિકાર

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના વેપારીઓ પાસેથી પોતાની ખોટી શાખ ઊભી કરીને શરૂઆતમાં રેડીમેડ ગારમેન્ટની થોડી ખરીદી કરી તેની રકમ રોકડા ચૂકવી અને તે બાદ ઉધાર માલ લઈને રેડીમેડ ગારમેન્ટના ખરીદેલા ભાવથી પણ ઓછા ભાવમાં તે માલ આગળ વેચી દઈ અમદાવાદના ૧૩ જેટલા ગારમેન્ટના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર યુવકને વેપારીઓએ ઝડપી લીધો છે.

બગોદરા 24 વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો
વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

Crime: નકલી ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવાનું રેકેટ ઝડપાયુ, ક્રાઈમબ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલા રાજસ્થાનના ઝાલોરના વિકેશ જૈન નામના વેપારી સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ મુજબ વિકેશ જૈને કાલુપુરના કાપડના વેપારી પાસેથી રેડીમેટ માલ લઈને તેની રકમ ન ચૂકવીને ચારથી પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. તેવી જ રીતે આરોપીએ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેર, મુંબઇ અને દિલ્હીના કાપડના વેપારીઓ પાસેથી અંદાજે ૫૫ લાખ રૂપિયા જેટલી રકમના રેડીમેટ માલ લઈને તેના પૈસા ન આપીને બારોબાર સામાન વેચી દીધો હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ સાથે ઠગાઈ કર્યા બાદ વિકેશ જૈન કોઇપણ વેપારીના ફોન ઉપાડતો ન હતો અને પૈસા પણ મોકલતો ન હતો. ત્યારે તેને કાલુપુર પોલીસે નાસતો ફરતો જાહેર કર્યો હતો.

બગોદરા 25 વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

Ahmedabad: “સેવા પરમો ધર્મ” આ યુવકે વૃધ્ધાશ્રમનાં વૃધ્ધોને હોટલમાં ભોજન જમાડયુ

અમદાવાદના “ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન” દ્વારા આ યુવકને શહેરના રિલીફ રોડ પરની એક દુકાનમાંથી પકડી લેવામાં આવ્યો હતો અને આ યુવકને કારંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે કારંજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તેના ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તેની પૂછપરછ બાદ સામે આવશે કે તેણે કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની ઠગાઇ કરી છે.