Not Set/ ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર મનપાનાં હથોડા પડયા

ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા આજે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં દબાણ હટાવવા જતા સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે પોલીસ દ્વારા બે મહિલાની અટકાયત કરવામાં આવી હતી અને મનપા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. કામગીરી દરમિયના એક વ્યક્તિ મનપાના ધીકારીને ધમકી આપતો કેમેરામાં કેદ થયો હતો. ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા દબાણ હટાવ સેલના […]

Top Stories Gujarat Others
bvng.PNG1 .PNG2 ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર મનપાનાં હથોડા પડયા

ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા આજે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં દબાણ હટાવવા જતા સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે પોલીસ દ્વારા બે મહિલાની અટકાયત કરવામાં આવી હતી અને મનપા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. કામગીરી દરમિયના એક વ્યક્તિ મનપાના ધીકારીને ધમકી આપતો કેમેરામાં કેદ થયો હતો.

bvng.PNG4 ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર મનપાનાં હથોડા પડયા

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા દબાણ હટાવ સેલના અધિકારીઓનો મસમોટો કાફલો પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ પાવર હાઉસથી કુંભારવાડા તરફ જવાના રસ્તામાં ખડકી દેવામાં આવેલા, ઓટલાઓ, કેબીનો, લારીઓ અને મંદિર સહિતના દબાણો દુર કરવા માટે પહોચ્યો હતો. દરમિયાન રસ્તામાં નડતરરૂપ બનાવી દેવામાં આવેલ એક મંદિર તોડવા જતા મામલો બીચકયો હતો અને સ્થાનિકો અને મનપાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી, જો કે સ્થાનિકો દ્વારા રોડ પર પથ્થર અને ઇંટો મૂકી ને રોડ બંધ કરી દેતા બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બે મહિલાની અટકાયત કરી પોલીસ ગાડીમાં બેસાડી દેવામાં આવી હતી અને ટોળાને વિખેરી અને દબાણો હટાવવામાં આવ્યા હતા.

bvng.PNG1 ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર મનપાનાં હથોડા પડયા

દબાણ હટાવવાના આ ઘટનાક્રમ દરમિયાન એક શખ્સ દ્વારા મનપાના દબાણ હટાવ અધિકારીને “ અહીંથી નીકળવાનું છે ને” તેવી ધમકી આપવામાં આવી હતી, તો ઘમકી આપતો આ શખ્સ ત્યા હાજર માધ્યમનાંકેમેરામાં કેદ થયો હતો. જો કે, મનપાના અધિકારીઓએ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કાર્યવાહી કરી નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.