Surat/ માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદ્દત માટે બંધ, દૂધ ભરતા સભાસદોને ભારે હાલાકી

માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદ્દત માટે કરી બંધ, દૂધ ભરતા સભાસદો ને ભારે હાલાકી

Gujarat Surat
KEVADIYA SAFARI પાર્ક 40 માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદ્દત માટે બંધ, દૂધ ભરતા સભાસદોને ભારે હાલાકી

@નિર્મલ  પટેલ, સુરત

ગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદ્દત માટે કરી બંધ કરી દેવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા આપવામાં આવેલી લોનના હપ્તાના નક્કી કરેલા પૈસા કરતા વધારે કાપવામાં આવતા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવાયો છે. દૂધ ભરતા સભાસદો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આદિવાસી વિસ્તાર એવા માંગરોળ તાલુકા મથકે કાર્યરત એવી આદિવાસી પશુપાલકો માટે જીવાદોરી સમાન માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવી છે. માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં ૧૭૦ થી વધુ દૂધ ભરતા સભાસદો છે. અને આ પેકી ના કેટલાક સભાસદો દ્વારા સુમુલ ડેરી પાસે થી દુધાળા પશુ લેવા માટે પોતાની જમીન પર બોજો પડાવી લોન લેવામાં આવી હતી.

જોકે કેટલક સભાસદો દ્વારા હપ્તા ભરવામાં અનિયમિતતા થતા સુમુલ ડેરી દ્વારા તેમન વિરુદ્ધ  કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સુમુલ ડેરી ના તત્કાલીન સંચાલકો દ્વારા આ બાકી રકમના ધી માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ને ૫ વર્ષ ના વ્યાજ સાથે ના અલગ અલગ હપ્તા કરી આપવામાં આવ્યા હતા.  પરંતુ પહેલા હપ્તામાં જ નિયત કરેલી ૮ લાખની રકમ કરતા ૨.૯૩ લાખ જેટલી રકમ વધારે કાપી લેતા સંચાલકો દ્વારા મંડળીને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવી છે.

દક્ષીણ ગુજરાતમાં મોટે ભાગે સહકારી મંડળીઓ આવેલી છે અને એક બીજાના સહકારથી આ મંડળીઓ ચાલતી હોય છે. સુમુલ દ્વારા આપવામાં આવેલી લોનના જે હપ્તા પાડી આપવામાં આવ્યા તેમાં તબક્કાવાર પહેલા વર્ષે દર મહીને ૮ લાખ, ત્યાર બાદ ૧૦ લાખ,૧૨ લાખ ૧૪ લાખ અને ૧૬ લાખ એમ ૫ વર્ષ ના તબ્બકા માં આ લોન પૂરી કરવવાની હતી પરંતુ સુમુલ ડેરી નું સંચાલન બદલાતા અને પૂર્વ પ્રમુખ રાજુ ભાઈ પાઠક માંગરોળ ના વતની હોવાને કારણે વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ દ્વારા આ રીતે માત્ર માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી જ નહિ પરંતુ અન્ય મંડળી ને પણ હેરાન કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.

જોકે અચાનક મંડળી ને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવતા દૂધ ભરવા આવતા પશુપાલક સભાસદો ને ભારે હાલાકી પડી રહી છે. હાલ તમામ પશુપાલક સભાસદો મોસાલી, હરસણી તેમજ અન્ય મંડળી ઓમાં થરથરતી ઠંડી માં દૂધ ભરવા મજબુર બન્યા છે, જોકે સભાસદો માંગ કરી રહ્યા છે કે એક બીજા ના સહકારથી ચાલતી આ સહકારી મંડળી માં રાજકારણ ના લાવી મંડળીઓ ને પ્રોત્સાહન આપે જેથી મંડળીઓ સુપેરે ચાલી શકે.

જોકે સમગ્ર બાબતે સુમુલ ડેરી ના વર્તમાન પ્રમુખ ને પૂછવામાં આવતા તેમણે મંડળી ના સંચાલકો ને સમગ્ર બાબત જવાબદાર ઠેરવ્યા હતા કેટલાક મોટા દૂધ ઉત્પાદકો એ મંડળી માં દૂધ ભરવાનું બંધ કરી દેતા આ પરિસ્થિતિ નું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું ઉપરાંત સુમુલ ડેરી નું જે લેણું બાકી છે તે બાબતે પણ  સુમુલ દ્વારા યોગ્ય રકમ ના હપ્તા બાંધી દીધા હોવા છતાં મંડળી દ્વારા સમયસર હપ્તા નહી ભરતા હોવાનું જણાવ્યું હતું.

Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…

Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…

Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…